મેંદરડા : નથવાણી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નિ : શુલ્ક નેત્ર નિદાન કેમ્પ યોજાયો
કેમ્પમાં ૩૫૦ દર્દીઓ એ લાભ લીધો અને ૧૩૫ દર્દીઓને રાજકોટ ઓપરેશન માટે લઈ જવાયા
મેંદરડા નગરમાં માનવસેવા કાર્યો કરતા નથવાણી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દર મહિનાની ૧૬ તારીખે છેલ્લા ૩૦ વર્ષથી સંત શ્રી રણછોડ દાસ બાપુ આંખની હોસ્પિટલ રાજકોટ ના સહયોગ થી નિ : શુલ્ક નેત્ર નિદાન અને ઓપરેશન કેમ્પ નું આયોજન કરવામાં આવી રહ્યું છે
ત્યારેઆ નેત્ર નિદાન કેમ્પમાં ૩૫૦ દર્દીઓએ લાભ લીધો હતો જે પૈકી ૧૩૫ દર્દીઓને ટ્રસ્ટ ની બસ દ્વારા ઓપરેશન ની જરૂરિયાત હોય ઓપરેશન કરી પરત દર્દીઓને તમામ સુવિધા નિ:શુલ્ક આપી લાભાર્થી દર્દીઓને ઘરે પહોંચાડવા માં આવે છે
નથવાણી ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ સંત રણછોડદાસ બાપુ હોસ્પિટલ ના સહિયારા પ્રયાસ થી યોજાયેલ કેમ્પના મુખ્ય દાતાશ્રી દમદાતાર ફરસાણ વાળા હરેશભાઈ ચાવડા અને ઉમેશભાઈ ચાવડા ના સ્વ. લધુભાઈ ટપુભાઈ ચાવડા અને સ્વ.મનસુખભાઈ લધુભાઈ ચાવડા ના સ્મરણાર્થે આર્થિક સહયોગ થી આ કેમ્પમાં આવેલ તમામ લાભાર્થી દર્દીઓ માટે ભોજન વ્યવસ્થા રાખવામાં આવી હતી
નથવાણી ટ્રસ્ટ અને રણછોડ દાસ હોસ્પિટલ દ્વારા વિના મુલ્યે નેત્રમણી આરોપણ અને નેત્ર નિદાન સારવાર કેમ્પ યોજવામાં આવી રહ્યો છે જેમાં દર ત્રણ મહીને આયુર્વેદિક હોસ્પિટલ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પ નુ આયોજન કરવામાં આવી રહ્યું છે
રીપોર્ટ : કમલેશ મહેતા મેંદરડા




