કે. કે. પારેખ કોમર્સ કોલેજ ખાતે ગુરુપૂર્ણિમાની ભવ્ય ઉજવણી.
…………………………………. ગુરુજનોનુ અભિવાદન કરવામાં આવ્યું તથા ગુરુપૂર્ણિમા નિમિત્તે વકતૃત્વ સ્પર્ધાનું આયોજન થયું.
………………………………….
અમરેલી: અમરેલી જિલ્લા વિદ્યાસભા સંચાલિત કે. કે. પારેખ કોમર્સ કોલેજ ખાતે આજરોજ તારીખ ૧૦/૦૭/૨૦૨૫, ગુરુવારના રોજ ગુરુપૂર્ણિમાના પવિત્ર તહેવારની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન અંતર્ગત કાર્યક્રમની શરૂઆતમાં કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા સૌ ગુરુજનોનું કુમકુમ તિલક, પુષ્પગુચ્છ તથા મિમેંટો આપીને સન્માન તેમજ અભિવાદન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કાર્યક્રમ અંતર્ગત વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વક્તૃત્વ સ્પર્ધામાં બી.કોમ. તથા બી.બી.એ.માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સ્પર્ધામાં બી.કોમ. સેમ ૦૧ના વિદ્યાર્થીની દેવાંશીબેન સાવલિયા પ્રથમ ક્રમે, બી.બી.એ. સેમ. ૦૫માં અભ્યાસ કરતા મિત આજુગીયા દ્વિતીય ક્રમે તથા બી.બી.એ. સેમ. ૦૧માં અભ્યાસ કરતા ધારાબેન પરમાર તૃતીય ક્રમે રહ્યા હતા. વિજેતા વિદ્યાર્થીઓને ઇનામ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા તથા સ્પર્ધામાં ભાગ લેનાર દરેક સ્પર્ધકને પ્રોત્સાહન ઇનામ આપવામાં આવ્યા હતા. સ્પર્ધામાં નિર્ણાયક તરીકે પ્રા. જે. એમ. તળાવિયા સાહેબ તથા પ્રા. ડબલ્યુ. જી. વસાવા સાહેબ દ્વારા ભૂમિકા ભજવવામાં આવી હતી. કાર્યક્રમમાં દરેક પ્રાધ્યાપકોએ ગુરુ પૂર્ણિમા વિશે પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર ડો. એ. બી. ગોરવાડિયા દ્વારા કરવામાં આવ્યુ હતુ. કાર્યક્રમના આયોજન બદલ કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ પ્રા. ભારતીબેન ફીણવિયાએ આશીર્વચન પાઠવ્યા હતા. કાર્યક્રમના અંતે પ્રા. ડો. એ. જી. પટેલ સાહેબ, પ્રા. ડો. એમ. એમ. પટેલ સાહેબ, પ્રા. વાય. કે. ક્યાડા સાહેબ, પ્રા. ડો. પી. કે. ત્રિવેદી સાહેબ, પ્રા. વાય. એચ. ઠાકર સાહેબ, પ્રા. જે. એમ. તળાવીયા સાહેબ તથા પ્રા. ડબલ્યુ. જી. વસાવા સાહેબે શુભેચ્છાઓ પાઠવી હતી. ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે સંસ્થાના નિયામક ડૉ.જી.સી.ભીમાણી સાહેબે વિધાર્થીઓને આશીર્વાદ પાઠવ્યા હતા. રિપોર્ટ નટવરલાલ ભાતિયા
