Gujarat

જામનગર જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ભવ્ય ઉજવણી

જામનગર જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી. કૃષિ મંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં વાવડી, નેસડા અને હડિયાણા શાળાઓમાં કાર્યક્રમ યોજાયો હતો.

વાવડી પ્રાથમિક શાળામાં 32 બાળકોએ પ્રવેશ મેળવ્યો હતો. નેસડા પ્રાથમિક શાળામાં 14 બાળકો દાખલ થયા. હડિયાણા તાલુકા શાળા અને કન્યાશાળામાં 87 બાળકોએ પ્રવેશ લીધો. તમામ બાળકોને શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી.

મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી તરીકે બે દાયકા પહેલા આ કાર્યક્રમની શરૂઆત કરી હતી. તેના કારણે શાળા નામાંકન દર વધ્યો છે અને ડ્રોપઆઉટ રેશિયો ઘટ્યો છે. નવી શિક્ષણ નીતિથી બાળકોને ભાર વગરનું ભણતર મળી રહ્યું છે.

કાર્યક્રમમાં પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ અને શિક્ષકોનું સન્માન કરાયું. હડિયાણા તાલુકા શાળાને સાંસદ પૂનમબેન માડમ દ્વારા કોમ્પ્યુટર અને વોટર કુલર અર્પણ કરાયા. વિદ્યાર્થીઓએ બેટી બચાવો, સ્વચ્છ ભારત જેવા વિષયો પર સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા. અંતમાં શાળા પરિસરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું.