મહિલા અને બાળ વિકાસ અધિકારી કું કાશ્મીરાબેન ભટ્ટ સેવા નિવૃત થતા ભવ્ય વિદાયમાન સમારોહ યોજાયો
લાઠી તાલુકા મહિલા અને બાળ વિકાસ અધિકારી સેવા નિવૃત થતા ભવ્ય વિદાયમાન સમારોહ યોજાયો જન માનસ માં અમીટ છાપ છોડી જનાર જીવન ના ૩૩ વર્ષ અને ચાર માસ પુરા અદબ થી ફરજ પરસ્ત મહિલા અને બાળ વિકાસ અધિકારી તરીકે સેવારત કું કાશ્મીરાબેન ભટ્ટ ના સેવા નિવૃત્તિ પ્રસંગે પૂર્વ તાલુકા મેજી વી જે ડેર પૂર્વ ઈજનેર ભરતભાઇ ભટ્ટ સહિત સમગ્ર તાલુકાભર માથી આંગણવાડી વર્કર હેલ્પર બહેનો મહિલા અને બાળ વિકાસ વિભાગ ના તમામ કર્મચારી ઓની વિશાળ ઉપસ્થિતિ માં સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ભુરખિયા હનુમાનજી ના સાનિધ્ય માં ભવ્ય વિદાયમાન સમારોહ યોજાયો હતો જેમાં સેવા નિવૃત્તિ થતા કું કાશ્મીરાબેન ભટ ને શાલ શિલ્ડ સન્માન પત્ર સ્મૃતિ ચિન્હ અર્પિ સન્માનિત કરતા કિશોરભાઈ ભટ્ટ તાલુકા પંચાયત સદસ્ય ચિરાગભાઈ પરમાર ગોપાલભાઈ ચુડાસમા સહિત અનેક ગ્રામ્ય અગ્રણી ઓ સામાજિક સ્વૈચ્છિક સંસ્થા ઓના અગ્રણી દ્વારા કું કાશ્મીરાબેન ભટ્ટ ની સી ડી પી ઓ તરીકે ઉમદા કામગીરી ની સરાહના સાથે ભવ્ય વિદાયમાન અપાયું હતું
રિપોર્ટ નટવરલાલ ભાતિયા




