છોટાઉદેપુર જિલ્લામાં નવી ભરતી થયેલ ૪૩ જેટલા વનરક્ષકો નાયબ વન સંરક્ષક શ્રી છોટા ઉદેપુર દ્વારા તારીખ 1 થી 7 સુધી બેઝિક તાલીમનું અયોજન કરી વન વિભાગ માં કરવા ની થતી કામગીરી નુ બેઝિક નોલેજ મળી રહે તે માટે કરવા માં આવ્યું હતું

જેમાં 13 બહેનો અને 30 ભાઈઓ ને જંગલ ટ્રેકિંગ, વાવેતર, આગોતરા કામગીરી, દવ પ્રોટેક્શન, વન્ય પ્રાણી ની જાળવણી અને હુમલા નિવારવા, નાઈટ પેટ્રોલીંગ, નર્સરી ઉછેર, વન અધિકાર કાયદો, FCA દરખાસ્ત, વિવિધ યોજના અને તેનું અમલીકરણ તેમજ ડુંગર ટ્રેકિંગ અને લોક સંપર્ક વગેરે નોલેજ આપવા માં આવ્યું હતું .

આજરોજ વનરક્ષકો નું ફિઝિકલ ફિટનેસ જળવાય રહે તે હેતુથી છોટાઉદેપુર નજીક ના પિપલેજ સ્ટેન્ડ પાસે થી ગાબડીયા હનુમાન મંદિર સુધી હાફ મેરોથોન યોજવામાં આવી હતી અને મંદિર ની આસપાસ પ્લાસ્ટિક ની સાફ સફાઈ કરી સ્વચ્છતા અભિયાન પણ કરવા માં આવ્યું હતું .જેમાં નાયબ વન સંરક્ષક વી.એમ દેસાઈ, એસીએફ કે .એમ બારીઆ, અને આરએફઓ નિરંજનભાઈ રાઠવા, વિઠ્ઠલભાઈ રાઠવા, અમીતભાઈ બારીયા, આરએફઓ મોબાઇલ જે .કે સોલંકી અને સ્ટાફ ઉપસ્થિત રહી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું જેમાં ૪૩ નવી ભરતી થયેલ વનરક્ષકો તેમજ છોટાઉદેપુર વનવિભાગ ના કર્મચારીઓ તથા અધિકારીઓ ભાગ લીધો હતો.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

