ગુજરાતના ચેરાપુંજી તરીકે ઓળખાતા પંચમહાલ જિલ્લા જાંબુઘોડા તાલુકામાં ભારે વરસાદ નોંધાયો છે. ગત રાત્રિથી શરૂ થયેલો વરસાદ સવાર સુધી ચાલુ રહ્યો હતો. આ દરમિયાન 10 ઈંચ (334 એમએમ) વરસાદ નોંધાયો છે.

વરસાદની આ ધમાકેદાર શરૂઆતથી સમગ્ર વિસ્તારનું જનજીવન પ્રભાવિત થયું છે. સુખી નદીમાં પાણીની આવક વધતા તે બે કાંઠે વહેતી જોવા મળી હતી. જોકે, સવાર થતાં વરસાદની ગતિ ધીમી પડી હતી.
પંચમહાલ જિલ્લામાં ચોમાસાની સત્તાવાર શરૂઆત થઈ ચૂકી છે. જાંબુઘોડા વિસ્તારમાં દર વર્ષે સારો વરસાદ નોંધાતો હોવાથી તેને જિલ્લાનું ચેરાપુંજી કહેવામાં આવે છે.