પૂજન અર્ચન અને સેવા પૂજા કરી શિવને પ્રસન્ન કરવ માટે શિવભક્તો આ મહાશિવરાત્રી નિમિત્તે શિવમંદિરોમાં શ્રધ્ધા અને ભક્તિભાવ સાથે શિવજીના દર્શન કરી ધન્યતા અનુભવતાં જોવા મળેલ
ભોલે કે દરબારમેં એક અનોખા મંજર હૈ, ચપટી ભભૂતમેં હૈં ખજાના કુબેર કા.
સાવરકુંડલા શહેરમાં આજરોજ મહાશિવરાત્રી પર્વ નિમિત્તે શહેરના શિવમંદિરોમાં શિવ દર્શનાર્થે ભાવિકોની ભીડ ઉમટી પડી. સાવરકુંડલા શહેર એટલે આમ ઘણો તો ધાર્મિક લોકોની ભૂમિ અહીં સંત શૂરા અને દાતારની એક અનોખી પરંપરા છે. સાવરકુંડલા શહેરની મધ્યમાં જ નાવલી નદીના કાંઠે વર્ષો પુરાણું ભગવત ભોળાનાથના રિધ્ધિ સિધ્ધિ મહાદેવ મંદિર આવેલું છે. જે સાવરકુંડલાના લોકોનું શ્રધ્ધાનું કેન્દ્ર છે.

આ મંદિરમાં બે થાળા સાથેનું શિવલિંગ એ સમગ્ર ભારતમાં એક જ છે. અહીં શ્રધ્ધા પૂર્વક કરેલી શિવની આરાધના પૂજા કરનારને ભગવાન ભોળાનાથ મનોવાંચ્છિત ફળ આપે છે એવું લોકો માને છે. આમ તો પ્રતિદિન આ મંદિરમાં અનેક શિવભક્તો રિધ્ધિ સિધ્ધિનાથ મહાદેવના દર્શનાર્થે આવે છે. પરંતુ મહાશિવરાત્રીના પાવન પર્વ પર શિવભક્તોની ભારે ભીડ જોવા મળે છે. તો સાવરકુંડલા શહેરનું મંદિર દરબાર ગઢ સ્થિત જશોનાથ મહાદેવ મંદિરનો પણ ભવ્ય ઈતિહાસ છે. આ ઉપરાંત હાથસણી રોડ પર આવેલ રામનાથ મહાદેવ, ચંદ્રમૌલી સોસાયટીમાં આવેલ સોમેશ્વર મહાદેવ મંદિર તો શિવ-શક્તિ સોસાયટીમાં આવેલ બુધ્ધનાથ મહાદેવ, નાગનાથ સોસાયટી ખાતે આવેલ ઓમકારેશ્ર્વર મહાદેવ મંદિર આસોપાલવ સોસાયટી ખાતે આવેલ મહાદેવ મંદિરે શિવમંદિરોમાં લોકો ભારે શ્રધ્ધા અને ભક્તિભાવ સાથે દર્શનાર્થે ઉમટી પડ્યા છે.

બપોરે બાર વાગ્યે બપોરની આરતીમાં પણ અનેક ભાવિકોએ શિવમંદિરોમાં દર્શનનો લાભ લીધો હતો. તો મહુવા રોડ પર આવેલ નિર્દોષાનંદ આશ્રમ ખાતે ચારેય પ્રહરની પાર્થિવ શિવલિંગ પર અભિષેક સાથે શાસ્ત્રોકત વિધિથી પૂજન અર્ચન થાય છે આમ ગણીએ તો શહેરના તમામ શિવમંદિરો આજે ઝળહળા જોવા મળતા હતાં.. આમ ગણીએ તો ભોળાનાથને માત્ર એક લોટો જલાભિષેક કરીએ તો પણ પ્રસન્ન થાય છે.

ધતૂરો, બિલ્વપત્ર, ગાયના દૂધ સાથે શિવભક્તો શિવલિંગ પર અભિષેક કરતાં જોવા મળ્યા હતા.. શિવપ્રસાદી તરીકે શિવમંદિરોમાં આજે ભાંગની પ્રસાદી લોકો શ્રધ્ધા અને હોંશે હોંશે ગ્રહણ કરતાં જોવા મળેલ. આમ પણ શિવ એટલે મહાદેવ દેવાધિદેવ મહાદેવની આજરોજ કરેલી પૂજા અર્ચના કે ભજન જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ અર્પણ કરે છે. આજે મહાશિવરાત્રી નિમિત્તે શિવભક્તો પૂજન અર્ચન સાથે ઉપવાસ વ્રત પણ કરતાં જોવા મળે છે. આજે ઘણાં શિવમંદિરોમાં બટુક ભોજન પણ યોજાયું હતું.
બિપીન પાંધી સાવરકુંડલા

