Gujarat

માણાવદરમાં આપત્તિ વ્યવસ્થાપન તાલીમ: પટેલ સમાજ ખાતે ત્રિદિવસીય વર્કશોપમાં મોટી સંખ્યામાં ગ્રામજનોએ ટ્રેનિંગ લીધી

માણાવદરમાં આપત્તિ વ્યવસ્થાપન તાલીમ: પટેલ સમાજ ખાતે ત્રિદિવસીય વર્કશોપમાં મોટી સંખ્યામાં ગ્રામજનોએ ટ્રેનિંગ લીધી

જુનાગઢ જિલ્લા વહીવટી તંત્ર અને રાહત નિયામકની કચેરી મહેસુલ વિભાગ ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે માણાવદર પટેલ સમાજ ખાતે આપત્તિ વ્યવસ્થાપન અંગે ત્રિદિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. કલેકટર શ્રી અને પ્રાંત અધિકારીશ્રી તેમજ મામલતદાર ડિઝાસ્ટરની સૂચના મુજબ યોજાયેલ આ વર્કશોપમાં મોટી સંખ્યામાં નાગરિકોએ ભાગ લીધો હતો. મામલતદાર મહેશભાઈ શુક્લએ ગ્રામજનોને કુદરતી આફતોનો સામનો કરવાની પદ્ધતિઓ વિશે માહિતગાર કર્યા હતા તેમણે આવી તાલીમની અગત્યતા પર ભાર મૂક્યો હતો. આજરોજ આ ત્રિ દિવસીય તાલીમ પૂર્ણ થઈ હતી

તસવીર અહેવાલ

જીજ્ઞેશ પટેલ માણાવદર

IMG-20250312-WA0103-1.jpg IMG-20250312-WA0102-0.jpg