Gujarat

માણાવદર પોલીસ સ્ટેશન ખાતે એસપી ની અધ્યક્ષતામાં લોક દરબાર યોજાયો

માણાવદર પોલીસ સ્ટેશન ખાતે એસપી ની અધ્યક્ષતામાં લોક દરબાર યોજાયો

ગૌ મહિમા અને ગૌવંદના ગ્રંથ આપીને એસ.પી. નું સન્માન કરાયું

જુનાગઢ જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા દ્વારા માણાવદર પોલીસ સ્ટેશન ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન યોજાયું હતું. આ પ્રસંગે, સૌપ્રથમ પીઆઇ ડી.આર. પારગી દ્વારા એસ.પી.ને પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. એસ.પી. ઓડેદરા દ્વારા પોલીસકર્મીઓના પ્રશ્નો સાંભળવામાં આવ્યા અને માણાવદર પોલીસના રેકર્ડ તપાસવામાં આવ્યા હતા. આ ઉપરાંત, માણાવદર પોલીસ સ્ટેશન ખાતે એસ.પી. ઓડેદરાની અધ્યક્ષતામાં લોક દરબાર યોજાયો હતો. જેમાં હાલમાં થતા ફ્રોડ અને વિવિધ અસામાજિક તત્વો દ્વારા થતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અંગે ગામલોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. એસપી સુબોધ ઓડેદરા નું માણાવદર અનસુયા ગૌધામ દ્વારા પ્રગટ કરવામાં આવેલ ગ્રંથ “ગૌ મહિમા અને ગૌવંદના” ગ્રંથ આપીને સન્માન કરવામાં આવ્યું હતું.

આ લોક દરબારમાં માણાવદર શહેરના વેપારીઓ, રાજકીય આગેવાનો અને વિવિધ જ્ઞાતિઓના આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી. એસ.પી. બી.સી ઠક્કરે તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે પોલીસ હંમેશા પ્રજાની મિત્ર છે અને કોઈપણ પોલીસ વિભાગ સંબંધિત કામગીરી માટે તત્પર રહેશે

તસવીર અહેવાલ

જીજ્ઞેશ પટેલ માણાવદર

IMG-20250725-WA0083.jpg