Gujarat

નદી કિનારે બાવળની ઝાડીમાંથી 179 ઇંગ્લિશ દારૂના ચપટા સાથે એક શખ્સ ઝડપાયો

જામનગર જિલ્લામાં દારૂ અને જુગારની પ્રવૃત્તિઓને નાબૂદ કરવાના અભિયાન અંતર્ગત પોલીસે મહત્વની સફળતા મેળવી છે. પોલીસ અધીક્ષક પ્રેમસુખ ડેલૂની સૂચના મુજબ એલસીબી પીઆઈ વી.એમ. લગારીયાના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

એલસીબી સ્ટાફને મળેલી બાતમીના આધારે જામનગર શહેરમાં સ્મશાનની પાછળ, નદીના કિનારે બાવળની ઝાડીમાંથી દિવ્યરાજસિંહ જીતુભા પરમારને પકડી પાડવામાં આવ્યો છે. આરોપી નાગેશ્વર રોડ, બુદ્ધવાસ-૨ સ્મશાનની બાજુમાં રહે છે. તેની પાસેથી 179 ઇંગ્લિશ દારૂના ચપટા કિંમત રૂ. 17,900 અને એક મોબાઇલ ફોન કિંમત રૂ. 5,000 મળી કુલ રૂ. 22,900નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

પોલીસ કોન્સ્ટેબલ રૂષીરાજસિંહ વાળાએ આપેલી ફરિયાદના આધારે પોલીસ હેડ કોન્સ્ટેબલ હિતેન્દ્રસિંહ જાડેજાએ પ્રોહિબિશન એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી છે. દારૂ સપ્લાય કરનાર આરોપી ઉમંગભાઇ ફલીયા ભાનુશાળી, જે પવનચક્કી જામનગરનો રહેવાસી છે, તેને પકડવાની કાર્યવાહી ચાલુ છે.