દામનગર શહેર ની પટેલવાડી ખાતે સમસ્ત લેઉવા પટેલ સમાજ ના વડીલો માટે અપના ઘર ભોજન સેવા કેન્દ્ર ની બેઠક યોજાય. —————————————દામનગર શહેર માં રહેતા સમસ્ત લેઉવા પટેલ સમાજ ના વડીલો માટે કાયમી સાત્વિક ભોજન માટે સુરત સ્થિતિ યુવાનો ની સંસ્થાન સરદાર પટેલ યુવા આર્મી ટિમ ના યુવાનો ની મીટીંગ મળી સ્થાનિક વડીલો ની ઉપસ્થિતિ માં મળેલ બેઠક માટે મેનેજમેન્ટ માં માઈક્રો પ્લાનિંગ માટે પંકાયેલ અક્ષર ગ્રુપ ના યુવાનો ના માર્ગદર્શન હેઠળ શહેરભર વિવિધ વિસ્તારો માં રહેલા સમસ્ત લેઉવા પટેલ સમાજ ના વડીલો ને નિયમિત સાત્વિક ભોજન સેવા માટે આયોજન અંગે મળેલ બેઠક માં દરેક વિસ્તાર ને સાનુકૂળ પડે તેવા પ્રાઈમ ટાઈમ લોકેશન દૈનિક ભોજન મેળવવા માટે સમય મર્યાદા નિયમો ટિફિન સેવા જેવી બાબતે પરામર્શ કરાયો હતો વતન થી દુરસદુર રહેતા યુવાનો એ વતન માં રહેતા વિડીલો માટે ચિંતિત વડીલો માટે ઉત્તમોત્તમ વ્યવસ્થા સાથે અપના ઘર ભોજન સેવા કેન્દ્ર સેવા નો આગામી દિવસો માં પ્રારંભ કરવા યોજાયેલ મીટીંગ માં સુરત થી માદરે વતન પધારેલ અસંખ્ય સમસ્ત લેઉવા પટેલ સમાજ ના યુવાનો એ સ્થાનિક કક્ષા એ જવાબદારી ઓ દૈનિક વ્યવસ્થા રસોયા સહિત ની બારીક માં બારીક ચર્ચા વિચારણા કરાય આગામી દિવસો માં સમસ્ત લેઉવા પટેલ સમાજ ના વડીલો માટે અપના ઘર ભોજન સેવા કેન્દ્ર નો આગામી દિવસો માં સરદાર પટેલ યુવા આર્મી ટિમ દ્વારા સત્તાવાર પ્રારંભ કરાશે તેમ સરદાર યુવા આર્મી ટિમ ની યાદી માં જણાવ્યું હતું અંદાજીત અપના ઘર ભોજન સેવા કેન્દ્ર માં ત્રણ સો જેટલા પરિવારો એ વડીલો ના નામો નોંધાવ્યા છે. રિપોર્ટ નટવરલાલ ભાતિયા
