Gujarat

પ્રજાસત્તાક પર્વની જિલ્લાકક્ષાની ઉજવણીના આયોજન અંગે પંચમહાલ જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ

પ્રજાસત્તાક પર્વની જિલ્લાકક્ષાની ઉજવણીના આયોજન અંગે પંચમહાલ જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ

આગામી ૨૬મી જાન્યુઆરી રાષ્ટ્રીય પર્વની જિલ્લાકક્ષાની ઉજવણીના આયોજન અંગે પંચમહાલ જિલ્લા કલેક્ટર આશિષકુમારના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી, ગોધરાના સભાખંડ ખાતે બેઠક યોજાઈ હતી. બેઠકમાં ૨૬ જાન્યુઆરી, પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી શહેરા તાલુકામાં રેણા-મોરવા રોડ, અણીયાદ ચોકડી પાસેના કેશવ ગ્રાઉન્ડ ખાતે કરાશે. આ ઉજવણી ગૌરવપૂર્ણ રીતે થાય તે માટે જિલ્લા કલેકટરએ સંબંધિત અધિકારીઓને જરૂરી સુચનો અને માર્ગદર્શન આપ્યું હતું.
શહેરા ખાતે યોજાનાર જિલ્લાકક્ષાના ધ્વજવંદન સમારોહમાં પોલિસ વિભાગના જવાનોની પ્લાટુનની પરેડ યોજાવાની સાથે વિવિધ વિભાગોના ટેબ્લો, શાળાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તૂતી કરવામાં આવશે. તેમજ જિલ્લામાં વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર વ્યક્તિઓ/કર્મયોગીઓને મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવશે. ઉપરાંત સરકારી કચેરીઓને રોશનીથી શણગારવાના આયોજન સાથે દેશભક્તિના ગીતો સહિત સાંસ્કૃતિક કાર્યક્રમો જેવા કાર્યક્રમ હાથ ધરાશે.
આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી, નિવાસી અધિક કલેક્ટર એમ.ડી.દેસાઈ, પ્રાંત અધિકારી, નગરપાલિકા ચીફ ઓફિસર સહિત વિવિધ કચેરીઓના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

વિનોદ રાવળ ગોધરા (પંચમહાલ):

IMG-20250120-WA0042-0.jpg IMG-20250120-WA0043-1.jpg