સાવરકુંડલા શહેરમા આવેલ શ્રી એસ.વી.દોશી ગર્લ્સ હાઇસ્કૂલ અને એ.કે.ઘેલાણી ગર્લ્સ હાયર સેકન્ડરી સ્કૂલમાં તારીખ ૨-૧-૨૫ ના રોજ વાલી સંમેલન કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના અને વિદ્યાર્થીનીઓના ગીત દ્વારા કરવામાં આવી હતી. અને પધારેલ મહેમાનો અને વાલીઓનું શબ્દોથી સ્વાગત શાળાના સુપરવાઇઝર નીતાબેન ત્રિવેદીએ કરેલ અને માર્ગદર્શન આપેલ ત્યારબાદ ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ના વિદ્યાર્થીની બહેનોને પરીક્ષા લક્ષી માર્ગદર્શન આપવા માટે શાળાના શિક્ષક ભરતભાઈ બાવળીયા અને મેહુલભાઈ મહેતા દ્વારા આપવામાં આવ્યું હતું.
તેમજ વિદ્યાર્થીનિ પ્રતિભાવ ધોરણ ૧૦ની વિદ્યાર્થીની લશ્કરી અંજલી અને ધોરણ ૧૨ ની વિદ્યાર્થીની કુબાવત માહી દ્વારા પોતાના પ્રતિભાવો રજૂ કરવામાં આવ્યા હતા. તેમજ વાલી વિસાણી સારંગભાઈએ પોતાના પ્રતિભાવો રજૂ કરેલા હતા. વિદ્યાર્થીઓને વિશેષ માર્ગદર્શન માટે શાળાના આચાર્યા ઉષાબેન તેરૈયાએ શાળાની સિદ્ધિઓ અને જરૂરી માર્ગદર્શન પૂરું પાડેલ હતું અને કાર્યક્રમના અંતમાં આભાર વિધિ ધૃતિબેન મહેતાએ કરી હતી.
આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન હિતેશભાઈ ઢાપા તેમજ શાળાના આચાર્યા ઉષાબેન તેરૈયા, સુપરવાઇઝર નીતાબેન ત્રિવેદી તથા તમામ શિક્ષકો દ્વારા કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમા અલગ- અલગ હોસ્ટેલના ગૃહપતિઓ અને મોટા પ્રમાણમાં વાલીઓ હાજર રહ્યા હતા એમ રવિભાઈ જોષીની એક યાદીમાં જણાવાયું હતું
બિપીન પાંધી. સાવરકુંડલા