શ્રી આંસોદર પ્રાથમિક શાળા ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.
દામનગર ના આસોદર ગામે હું છું પયાઁવરણ સંરક્ષક કાર્યક્રમ અન્વયે વરસાદી માહોલ વચ્ચે એક બાળ એક ઝાડ અંતર્ગત શાળા પરીસર,અને ગામતળની આસપાસ ના વિસ્તારોમાં વિદ્યાર્થીઓ અને ગ્રામજનોના હસ્તે આ કાર્યક્રમ અનોખી રીતે ઉજવાયો. ગ્રામજનો તરફથી રીક્ષા ભરીને રોપાઓ લાવી આપેલ.શાળા તરફથી પણ રોપાઓ લાવેલ. સહિયારા પ્રયાસથી જે બાળકોનું શાળામાં નવું નામાંકન થયેલ છે તે વાલીના હસ્તે પણ જવાબદારી સાથે વૃક્ષારોપણ કરાવેલ.વૃક્ષો તો પરોપકારી સંતો કહેવાય,પયાઁવરણ ને સલામત રાખવામાં તેમનો સિંહફાળો અને તેમની પાસે રહેલ અમૂલ્ય ખજાનો સાચવવો એ આપણા સૌની સઘળી જવાબદારી એ વાતને સ્વિકારતા, જીવનમાં અપનાવીશું તેવું કહેતા આ કાર્ય સફળ બનાવ્યું.ધોરણ ૮ માં ભણતા વિદ્યાર્થીઓ ને પણ તેમની યાદગીરી રૂપે જવાબદારી સોપેલ. સાંપ્રત પર્યાવરણીય સમસ્યાને પહોચી વળવાનો આ એક સરસ ઉપાય આપણા જ હાથમાં છે તેમ કહેતા વધારેમાં વધારે વાવેતર કરી તેની માવજત પણ કરીશું એવું કહેતા થયા.આ તકે શાળા પરીવારે ગ્રામજનો અને વિદ્યાર્થીઓ નો આભાર વ્યક્ત કર્યો હતો.
રિપોર્ટ નટવરલાલ ભાતીયા



