Gujarat

મેંદરડા ના દાત્રાણા ખાતે કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત પ્રવેત્સોવ કાર્યક્રમ યોજાયો

મેંદરડા : મેંદરડા ના દાત્રાણા ખાતે કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત પ્રવેત્સોવ કાર્યક્રમ યોજાયો

મેંદરડા તાલુકાનાં દાત્રાણા ગામે કન્યા કેળવણી મહોત્સવ અને પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજવામાં આવેલ હતો ત્યારે મેંદરડા તાલુકા ની દાત્રાણા પ્રાથમિક શાળા ખાતે પીજીવીસીએલ ના કર્મચારી વિશાલ ત્રિવેદી,મેવાડા ભાઈ તેમજ P.S.E સેન્ટર ના વર્ષાબેન કાપડી વગેરે મહાનુભાવો દ્વારા આંગણવાડીના બાળકોને તેમજ બાલવાટિકા ના બાળકોને પ્રવેશ આપવામાં આવેલ હતો શાળા ની બાળાઓ દ્વારા સૌપ્રથમ ભારતીય સંસ્કૃતિ પરંપરાગત પ્રમાણે સૌ પ્રથમ પ્રાર્થના દીપ પ્રાગટ્ય સ્વાગત ગીત વગેરે યોજવામાં આવેલ

ત્યારબાદ આંગણવાડી ના પ્રવેશપાત્ર બાળકો ને ચિત્રપોથી, ભાગ 1, કલર, બેગ, ટોપી, વગેરે વસ્તુ આપીને પ્રવેશ કરાવવામાં આવ્યો હતો બાદ આંગણવાડી દાત્રાણા -૩ ના વર્કર સોલંકી પારૂલબેન રણજીતભાઈ દ્વારા બાળકોને આંગણવાડી કેન્દ્ર ના દ્વાર પર બાળકોને કંકુ પગલા કરાવી સાથે ગીત પ્રાર્થના રમત રમાડી ને બાળકોને પ્રવેશ કરાવ્યો હતો દાત્રાણા આંગણવાડી કેન્દ્ર નંબર 3 ના હેલ્પર ચૌહાણબેન મંછાબેન દ્વારા બાળકોને ખૂબ જ સરસ નાસ્તો આપવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં બાળકોના માત પિતા ગ્રામજનો મહેમાનો સહિત બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

રીપોર્ટ : કમલેશ મહેતા મેંદરડા

IMG-20250628-WA0083-2.jpg IMG-20250628-WA0084-3.jpg IMG-20250628-WA0082-0.jpg IMG-20250628-WA0081-1.jpg