ગીર સોમનાથ જિલ્લામાં પ્લાસ્ટિક પ્રદૂષણ સામે જનજાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને વન-પર્યાવરણ મંત્રી મૂળુભાઈ બેરાની આગેવાની હેઠળ વિશ્વ પર્યાવરણ દિવસની પૂર્વ ઉજવણી 22 મે, 2025થી શરૂ થઈ રહી છે.

જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી દ્વારા તાલાલા, કોડીનાર, સૂત્રાપાડા અને ઉના વિસ્તારમાં નુક્કડ નાટકોનું આયોજન કરવામાં આવ્યું છે.
આ નાટકો દ્વારા લોકોને પ્લાસ્ટિક-મુક્ત જીવનશૈલી અપનાવવા અને કચરા વ્યવસ્થાપનનું મહત્વ સમજાવવામાં આવી રહ્યું છે.

કાર્યક્રમ દરમિયાન નાગરિકોને કાપડની થેલીઓનું વિતરણ કરવામાં આવ્યું છે.
સાથે જ પ્લાસ્ટિકના વિકલ્પ તરીકે કાપડની થેલીનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે.

જિલ્લામાં પ્લાસ્ટિક જપ્તી અને દંડની કાર્યવાહી, ઉદ્યોગોમાં વૃક્ષારોપણ, પ્રતિજ્ઞા સમારોહ, પ્લાસ્ટિક સંગ્રહ અભિયાન અને જાગૃતિ રેલીઓનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે.
આ ઉપરાંત સફાઈ ઝૂંબેશ અને વૉકેથોન જેવા કાર્યક્રમો પણ યોજવામાં આવી રહ્યા છે.

