ખેડૂત પોતે જ પોતા ની વકીલ રેવન્યુ એડવોકેટ કોટડીયા ની અધ્યક્ષતા માં છઠો તાલીમ કેમ્પ યોજાયો
રાજકોટ આજી ડેમ રામ વન પાસે કુદરતી સૌન્દર્ય યુક્ત તેમની વાડીમાં રેવન્યુ નિષ્ણાંત એડવોકેટ રમણીકભાઈ કોટડીયા ની અધ્યક્ષતા માં છઠ્ઠો મો તાલીમ કેમ્પ યોજવામાં આવેલ. તાલીમ કેમ્પનો હેતુ ખેડૂતો સ્વયંમ જાગૃત બને તે માટે સામાન્ય ફી રાખી બે દિવસ નાસ્તા, ચા, પાણી અને જમવા તેમજ રહેવાની વ્યવસ્થા સાથે આયોજન રાખવામાં આવે છે. ખાસ રેવન્યું ને લગતી જરૂરી માહિતી ઓ જેવી કે ખેતીના રેકર્ડ વખતો વખત પડતી કાચી નોંધો પાકી નોંધો સમય મર્યાદા ઓમા દુરસ્ત કરવા હક્કો માં ફેરફાર હક્ક ને લગતી નોંધો તેના પ્રકારો તકરારો રેવન્યુ કોર્ટ મામલતદાર કોર્ટ અધિનિયમ ૧૯૦૬ ને સંલગ્ન હુકમો હુકુમત જેવી નાના માં નાની બાબતો થી સર્વો ને અવગત કરાયા હતા ખેતીના રેકર્ડમાં કાંઈ ભૂલો હોય કે નવી કાચી નોંધ પડે ત્યારે પાંચ વ્યક્તિને વંચાવીને તપાસો અને સુધારો કરાવો તો ભવિષ્યમાં કજીયા તકરાર ઓછા થાય તેના પર સચેત બનો જાગૃત બનો નો સંદેશ આપ્યો હતો ઝેર વગર ની કૃષિ ગાય આધારીત પ્રાકૃતિક ખેતી માટે માત્ર ર વિધા થી શરૂઆત કરો તમારૂં કામ જાતે કરો સર્વોદય કાર્યકર માફક ખર્ચ ઓછો કરવા અને ખેતીના નિષ્ણાંત બનો.તેવી અપીલ કરાય તેમજ ભારતીય કિસાન સંઘ બાબરા તાલુકા પ્રમુખ ભાનુભાઈ પાનશેરીયા એ વૃક્ષ ઉછેર અને તેની મહતા અંગે જણાવ્યું હતું કે આટલો વરસાદ હોવા છતાં ગ્લોબિંગ વોર્મિગને હિસાબે ગરમીનું પ્રમાણ ઓછુ થતું નથી તો તેમાંથી બચવું હોય તો દરેક શિબિરાર્થી તાલીમ કેમ્પમાં આવેલ સર્વોએ એકથી પાંચ વૃક્ષ ઉછેરો અને સગા-સંબંધી તેમજ મિત્રોને પણ વૃક્ષો વાવવા અનુરોધ કર્યો દરેક ખેડૂત પ્રકૃતિ નો પૂજારી છે રચના સંપતિ બેક્ટેરિયા ફળદ્રુપતા
માટે પ્રાકૃતિક કૃષિ એટલે દરેક જીવાત્મા નું કલ્યાણ કરનારું છે તેમ જણાવ્યું હતું
રિપોર્ટ નટવરલાલ ભાતિયા