શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજરા કેમ્પસ ખાતે સ્ટાર્ટઅપ સેમિનાર યોજાયો
અમરેલી, 12 માર્ચ 2025 – શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસ ખાતે સ્ટાર્ટઅપ
સેમિનારનું સફળ આયોજન કરવામાં આવ્યું. આ સેમિનારમાં મુખ્ય વક્તા તરીકે શ્રી આશિષભાઈ મોરડિયા હાજર રહ્યા હતા, જેઓએ વિદ્યાર્થીઓને સ્ટાર્ટઅપ શરૂ કરવાની પદ્ધતિઓ, ભંડોળ મેળવવાના સ્ત્રોતો, અને જરૂરી ઓનલાઈન પ્લેટફોર્મ વિશે વિગતવાર માર્ગદર્શન આપ્યું. મોરડીયા Ola, Zomato, Swiggy, Shopsy, Meesho, Rapido જેવી સફળ કંપનીઓના ઉદાહરણ આપીને વિદ્યાર્થીઓને પ્રેરિત કર્યા. તેમણે PPT પ્રેઝન્ટેશન દ્વારા સ્ટાર્ટઅપ શરૂ કરવાના તકો અને પડકારો અંગે સમજ આપીને, ફોર્મ ભરવા માટેની ઉપયોગી વેબસાઈટ્સની પણ જાણકારી આપી.સેમિનારના અંતે પ્રશ્નોતરી સ્પર્ધા યોજાઈ હતી, જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. વિજેતા ટીમને ઈનામ આપીને સન્માનિત કરવામાં આવી, જેથી વિદ્યાર્થીઓમાં સ્ટાર્ટઅપ વિશે વધુ જાગૃતિ અને ઉત્સાહ ઉમેરાયો.આ સેમિનાર દ્વારા વિદ્યાર્થીઓને સ્ટાર્ટઅપની દુનિયામાં પગ મૂકવા માટે પ્રેરણા મળી, અને ભવિષ્યમાં નવું કંઈક સર્જવાની દિશામાં પ્રોત્સાહન મળ્યું.
*અહેવાલ ભાવેશ વાઘેલા અમરેલી*


