આજરોજ હાંડોદ સબ સેન્ટર ખાતે આરોગ્ય શાખા તેમજ આયુર્વેદ શાખા છોટાઉદેપુર દ્વારા આયોજિત આ કેમ્પમાં મુખ્ય જિલ્લા પંચાયત પ્રમુખ મલકા બેન પટેલ. તેમજ ડો. ગણેશ છોટાઉદેપુર
જિલ્લા પંચાયત સભ્ય અરુણાબેન તડવી અને તાલુકા પંચાયત પ્રમુખ દીપિકાબેન તેમજ પૂર્વ ગ્રામ પંચાયત સરપંચ વિશાલભાઈ પટેલ તથા મહિલા મોરચાના પ્રમુખ ગીતાબેન પાઠક ની ઉપસ્થિતિમાં સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉપસ્થિત સંખેડા આરોગ્ય અધિકારી ડોક્ટર સ્ટાફ તેમજ પીપરીયા ધીરજ હોસ્પિટલ ડોક્ટર સ્ટાફ તેમજ ડોક્ટર નર્સો અને હાંડોદ ગ્રામ પંચાયત સરપંચ
તેમજ પૂર્વ સરપંચ ઉપસ્થિત મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી આવેલ મહેમાનોને ફુલ ગૂંચ આપી સ્વાગત કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો ત્યારે મોટી સંખ્યામાં આજુબાજુ તેમજ ગામના લોકો સર્વ રોગ નિદાન કેમ્પ માં લાભ લેતા લાભાર્થી વ્યક્તિઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું ત્યારે બીજા સ્ટોલ પર હોમિયોપેથી રજીસ્ટ્રેશન નોંધાયા હતા તેમજ આયુર્વેદિક વિભાગમાં પણ લાભાર્થી વ્યક્તિઓએ રજીસ્ટ્રેશન નોંધણી કરી મોટી સંખ્યામાં આવેલ વ્યક્તિઓએ આ સર્વ રોગ નિદાન કેમ્પ માં ભાગ લીધો હતો
ઇમરાન મન્સૂરી બોડેલી છોટાઉદેપુર