Gujarat

સ્ટેશન રોડ અને છત્રાલ ગામમાં અલગ-અલગ તકરારમાં કુલ 6 લોકો ઘાયલ

કલોલ શહેર અને તાલુકામાં ધૂળેટીના પર્વની ઉજવણી દરમિયાન બે અલગ-અલગ સ્થળોએ હિંસક ઘટનાઓ સામે આવી છે.

પ્રથમ ઘટના કલોલ શહેરના સ્ટેશન રોડ પર એસટી બસ ડેપો નજીક બની હતી. બાઇક અકસ્માતને લઈને થયેલી તકરારમાં 15થી 20 લોકોના ટોળાએ લોખંડની પાઇપ અને ઈંટો વડે હુમલો કર્યો હતો.

આ હુમલામાં ત્રણ વ્યક્તિઓને ગંભીર ઈજાઓ થઈ હતી. ઘાયલોમાંથી સગરભાઈને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેમને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

બીજી ઘટના છત્રાલ ગામની હરિદર્શન સોસાયટીમાં બની હતી. અહીં ભત્રીજીને હોળી ન રમાડવા બાબતે થયેલી તકરારમાં ત્રણ વ્યક્તિઓને ઈજાઓ થઈ હતી. બંને ઘટનાઓમાં ઘાયલ થયેલા લોકોને પ્રાથમિક સારવાર માટે કલોલ સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

ઘટનાની જાણ થતાં કલોલ શહેર અને તાલુકા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે અને હોસ્પિટલ પહોંચી ગઈ હતી. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.