ખેડા જિલ્લામાં કોરોના વાયરસના કેસોમાં વધારો નોંધાયો છે.
શનિવારે મોડી સાંજે વધુ બે નવા કેસ સામે આવ્યા છે. આ સાથે જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા ત્રણ થઈ ગઈ છે.
નવા નોંધાયેલા બે કેસોમાં 17 વર્ષની કિશોરી અને 65 વર્ષના પુરુષનો સમાવેશ થાય છે.
આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, કિશોરીની સ્થિતિ ગંભીર હોવાથી તેને વેન્ટિલેટર પર રાખવામાં આવી છે.
બંને દર્દીઓને નડિયાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
બે દિવસ પહેલા જિલ્લામાં 8 માસના બાળકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. હાલમાં તેની સ્થિતિ સ્થિર છે.
સમગ્ર દેશમાં કોરોના કેસોમાં વધારો થઈ રહ્યો છે ત્યારે જિલ્લાવાસીઓને સાવચેત રહેવાની જરૂર છે.


