રાણપુરમાં મોડેલ સ્કૂલ ખાતે ત્રિવિધ કાર્યક્રમ યોજાયો
ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારોહ,તેજસ્વી તારલાઓનું સન્માન સમારોહ અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો
બોટાદ જિલ્લાની મોડલ સ્કૂલ રાણપુરમાં કાર્યકારી આચાર્ય કે.એન. રાઠોડના માર્ગદર્શન હેઠળ તારીખ 15 ફેબ્રુઆરી 2025 ના શનિવારના રોજ ધોરણ 10 અને ધોરણ 12 શુભેચ્છા સમારોહ, તેજસ્વી તારલાઓનું સન્માન સમારોહ અને સાંસ્કૃતિક કાર્યક્રમ એમ ત્રિવિધ કાર્યક્રમોનું આયોજન થયું હતું. માર્ચ 2024 માં ધોરણ 10 અને ધોરણ 12 માં પ્રથમ ત્રણ ક્રમાંકે રહેલ વિદ્યાર્થીઓને શીલ્ડ અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. તદુપરાંત સમગ્ર વર્ષ દરમિયાન થયેલી સહઅભ્યાસિક પ્રવૃત્તિઓમાં તાલુકા લેવલથી રાજયકક્ષા લેવલ સુધી ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થીઓને સ્ટાફમિત્રોનાં હસ્તે પ્રમાણપત્ર એનાયત કરી પ્રોત્સાહિત કર્યા હતા. શાળાનાં ભૂતપૂર્વ વિદ્યાર્થી ભરવાડ મેઘરાજભાઈ મેપાભાઈ ઇન્ડિયન આર્મીમાં જોડાતા તેમનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. ધોરણ 10 અને ધોરણ 12 ના તમામ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી. સાથે સાથે તમામ બાળકોને ભોજન પણ કરાવવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના તમામ સારસ્વત મિત્રોએ ભારે જહેમત ઉઠાવી હતી..
તસવીર:વિપુલ લુહાર,રાણપુર



