Gujarat

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા “રક્ષાબંધન” ના પવિત્ર તહેવાર નિમિત્તે બહેનો/મહિલાઓ માટે અનોખી ભેટ.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા “રક્ષાબંધન” ના પવિત્ર તહેવાર નિમિત્તે બહેનો/મહિલાઓ માટે અનોખી ભેટ.

રાજકોટ શહેર તા.૮/૮/૨૦૨૫ ના રોજ રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ અને શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સંચાલિત સિટી બસ અને BRTS બસ સેવા દર વર્ષની પરંપરા મુજબ બહેનો/મહિલાઓ માટે નિ:શુલ્ક રહેશે તે અંગેની જાહેરાત કરતા જણાવે છે કે, ભારત તહેવારોનો દેશ છે. તેમાં અનેક તહેવારોની ઉજવણી થાય છે. આપણે ધાર્મિક, સામાજિક અને રાષ્ટ્રીય તહેવારો ઉજવીએ છીએ. તેમાં રક્ષાબંધનનો તહેવાર આવે છે. રક્ષાબંધન એટલે ભાઇ-બહેનનો તહેવાર છે. તેનું બીજુ નામ ‘બળેવ’ છે. રક્ષાબંધન શ્રાવણ મહિનાની પૂનમે આવે છે. તે દિવસે બહેન ભાઇને તિલક કરે છે અને રાખડી બાંધે છે અને મીઠાઇ ખવડાવે છે અને ભાઇ બહેનને ભેટ આપે છે. રાજકોટ મહાનગરપાલિકા હસ્તકની SPV રાજકોટ રાજપથ લિ. દ્વારા શહેરના નાગરિકોને શહેરી પરિવહન બસ સેવા પુરી પાડે છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દર વર્ષની પરંપરા મુજબ આવતીકાલ તા.૯/૮/૨૦૨૫ શનિવારના રોજ રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિતે સિટી બસ સેવા અને BRTS બસ સેવા બહેનો/મહિલાઓ માટે નિ:શુલ્ક મુસાફરીની ભેટ આપે છે. “રક્ષાબંધન” ના પવિત્ર તહેવારના દિવસે કોઈપણ રૂટ પર, ગમે તેટલી વખત ફક્ત બહેનો/મહિલાઓ નિ:શુલ્ક મુસાફરી કરી શકશે. જયારે પુરુષો/ભાઈઓએ મુસાફરી દરમ્યાન રાબેતા મુજબ જ નિયત દરની ટીકીટ લેવાની રહેશે. રાજકોટ મહાનગરપાલિકાની “રક્ષાબંધન” ના પાવન પર્વ નિમિતે BRTS બસ તથા સિટી બસની નિ:શુલ્ક સેવાની અનોખી ભેટનો મહતમ લાભ લેવા બહેનો/મહિલાઓને ખાસ અપીલ કરવામાં આવે છે અને “રક્ષાબંધન” ના પવિત્ર તહેવારની શુભેચ્છા પાઠવે છે.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20250809-WA0052.jpg