Gujarat

મેંદરડા : સરકારી હોસ્પિટલમાં કાયમી ડોક્ટરની નિમણૂક ન થતા લેખિત આવેદનપત્ર પાઠવવામાં આવ્યું

મેંદરડા : સરકારી હોસ્પિટલમાં કાયમી ડોક્ટરની નિમણૂક ન થતા લેખિત આવેદનપત્ર પાઠવવામાં આવ્યું

જો દિવસ 10 માં ડોક્ટરોની નિમણૂક નહીં થાય તો ઉપવાસ આંદોલનની ચિમકી ઉચારવામાં આવેલ છે

મેંદરડા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં છેલ્લા દોઢ બે વર્ષથી કાયમી ડોક્ટરોની નિમણૂક ન થતા લોકોમાં રોશની લાગણી ફેલાય છે આ બાબતે અનેકોવાર તંત્રને રજૂઆત કરવા છતાં નિમણૂક થયેલ નથી

જે બાબતે મેંદરડા નગરજનો દ્વારા તાલુકા હેલ્થ ઓફિસર પૂજાબેન પ્રિયદર્શની ને રજૂઆત કરવામાં આવેલ છે કે ઉચ્ચકક્ષાએ અમારી રજૂઆત મોકલો અને તાત્કાલિક ધોરણે ડોક્ટરની નિમણૂક કરવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ હતી અને સાથોસાથ જીમકી ઉચ્ચારવા માં આવેલ છે કે જો દિવસ 10 માં મેંદરડા સરકારી હોસ્પિટલ માં જીપીએસસી, યુપીએસસી ની તંત્ર દ્વારા ડોક્ટરોની નિમણૂક કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં ઉપવાસ આંદોલન કરવાની ફરજ પડશે

મેંદરડાના આશરે બાવન ગામો અને મેંદરડા નગરજનો ઘણા લાંબા સમયથી હાલાકી ભોગવી રહ્યા છે જેના લીધે લોકોને ના છૂટકે પ્રાઇવેટ ડોક્ટરો પાસે જવાની ફરજ પડે છે

તેમજ મેંદરડા એ જુદા જુદા પર્યટક સ્થળોએ જવા માટે ગીર જંગલ બોર્ડર નો પ્રવેશ દ્વાર હોવાથી શનિ રવિ ની રજાઓ વેકેશન તેમજ કેસર કેરીની સીઝન દરમ્યાન મેંદરડા થી સાસણ ગીર, તાલાળા,ગીર સોમનાથ,ઉના,દીવ વગેરે સ્થળો પર જવા માટે ગીર બોર્ડર નું મુખ્ય મથક હોવાથી આ તમામ રસ્તા ઉપર અવાર નવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે ત્યારે મેંદરડા હોસ્પિટલ માં અનુભવી જીપીએસસી,યુપીએસસી ડોક્ટરો નો હોવાના કારણે લોકોને ખૂબ મોટી મુશ્કેલી નો સામનો કરવો પડી રહ્યો છે

ઉપરોક્ત બાબતે જવાબદાર તંત્ર અધિકારીઓને અનેક વખત રજૂઆતો કરવા છતાં આજ દિન સુધી કાયમી ડોક્ટરોની નિમણૂક કરવામાં આવેલ નથી જે બાબતે લોકોમાં ઉગ્ર રોષ ફાટી નીકળ્યો છે ત્યારે તાત્કાલિક ડોક્ટરો ની નિમણૂક નહીં થાય તો આવનારા દસ દિવસ પછી ઉપવાસ આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવેલ છે

રીપોર્ટ : -કમલેશ મહેતા મેંદરડા

IMG-20250527-WA0049-1.jpg IMG-20250527-WA0051-0.jpg