Gujarat

માંડવીના બિદડામાં IPL મેચ પર સટ્ટો રમતા યુવકની ધરપકડ, 8 હજારથી વધુનું બેલેન્સ જપ્ત

લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છે માંડવીના બિદડા ગામમાંથી ઓનલાઈન ક્રિકેટ સટ્ટો રમતા એક શખ્સની ધરપકડ કરી છે. પીઆઇ એસ.એન.ચુડાસમાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમને મળેલી બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી.

આરોપી વિમલ નારણભાઈ રાજગોર (ઉંમર 36) બિદડા ગ્રામ પંચાયતની બાજુમાં આવેલા ઓટલા પર બેસીને IPLની મેચ પર સટ્ટો રમતો હતો. તે ગુજરાત ટાઈટન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચેની મેચ પર ICONEXCH.COM વેબસાઈટ પર સટ્ટો રમી રહ્યો હતો.

પોલીસે આરોપી પાસેથી એક મોબાઈલ ફોન જપ્ત કર્યો છે, જેની કિંમત રૂ. 10,000 છે. આરોપીના ઓનલાઈન આઈડીમાં રૂ. 8,155નું બેલેન્સ મળી આવ્યું હતું. પૂછપરછમાં જાણવા મળ્યું કે આરોપીએ આ આઈડી મુંદરા નિવાસી ગોપાલ ગઢવી પાસેથી મેળવી હતી.

પોલીસે વિમલ રાજગોરની ધરપકડ કરી છે, જ્યારે આઈડી આપનાર ગોપાલ ગઢવીની ધરપકડ બાકી છે. આ કેસ કોડાય પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે, જ્યાં આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.