ગુજરાતના ખરાબ રસ્તાઓના કારણે થઈ રહેલા અકસ્માતો અને જાનહાનિને પગલે કર્યું વિરોધ પ્રદર્શન : રાજુ ગોધાણી સ્ટેટ જોઇન્ટ સેક્રેટરી AAP
હેલ્મેટ નહીં, ખરાબ રસ્તાઓનો કારણે લોકોના મોત થાય છે : સ્ટેટ જોઇન્ટ સેક્રેટરી મથુર બલદાણિયા
જો સરકાર રોડ રસ્તા નહીં સુધારે તો આ લડત વધુ તીવ્ર થશે: AAP
ગુજરાતના લોકો લાખો કરોડોનો ટેક્સ સરકારને આપે છે અને તેની સામે લોકોને સારા રોડ રસ્તા પણ નથી મળી રહ્યા. ગુજરાતમાં બિસ્માર હાલતમાં રહેલા રોડ-રસ્તાઓના કારણે રોજિંદા બનતા અકસ્માતો અને જાનહાનિની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. તેની સામે વિરોધ સ્વરૂપે આમ આદમી પાર્ટી દ્વારા રાજ્યભરમાં “રોડ બનાવો-જીવ બચાવો” અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત આજે સુરત કરંજ વિધાનસભામાં “રોડ-રસ્તા બનાવો, જીંદગી બચાવો” કાર્યક્રમ હેઠળ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. આજે કરંજ સહ પ્રભારી મથુર બલદાણિયા અને સંજય સુહાગીયા ના માર્ગદર્શન દ્વારા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ “રોડ બનાવો-જીવ બચાવો” ના નારા સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું જેમાં
નરેશભાઈ કિકાણી,બાલુભાઈ કાતરીયા,
યોગેશભાઈ વાઘેલા ,મુકેશભાઈ હપાણી,ચેતનભાઈ બલદાણીયા,વિવેકભાઈ લાભીંયા,ભરતભાઈ પરમાર,બિલાલભાઈ શેખ ,જનકભાઈ કાછડીયા,
ઋત્વિકાબેન બલદાણીયા સહિત સ્થાનિક લોકો સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ અભિયાન અંતર્ગત કાર્યકરો મોટી સંખ્યામાં ખાડાઓ અને તૂટેલા રોડ પર હેલ્મેટ પહેરીને પદયાત્રા પણ કરી. કાર્યકરો હાથમાં પ્લે કાર્ડ લઈને અને સરકાર વિરુદ્ધ નારા લગાવીને આ મેસેજ આપ્યો કે, “લોકોના અકસ્માત અને મોત હેલ્મેટ ન પહેરવાથી નહીં, પરંતુ ખરાબ રસ્તાઓને લીધે વધારે થઈ રહ્યા છે.” આજે ગુજરાતના દરેક શહેર, વોર્ડ અને ગામમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ફેસબુક લાઈવ, ફોટો અને વિડિયો બનાવીને સોશિયલ મીડિયામાં વ્યાપક પ્રચાર કરવામાં આવ્યો અને લોકોની જાગૃત કરવામાં આવ્યા. આમ આદમી પાર્ટીની તમામ ટીમો અને તમામ સંગઠનના કાર્યકરોએ સાથે ઉપસ્થિત રહીને આ કાર્યક્રમની સફળ બનાવ્યો.
આમ આદમી પાર્ટી ગુજરાત