Gujarat

બાળકોને સ્વીકારવા પિતાનો ઇન્કાર, અભયમે કરાવ્યું સમાધાન‎

અમદાવાદ ગ્રામ્યના એક વિસ્તારમાંથી એક બહેને 181 અભયમ મહિલા હેલ્પલાઇન પર ફોન કરીને મદદ માંગી હતી. તેમણે જણાવ્યું કે, તેમના ભાઈના ત્રણ વર્ષની દીકરી અને સાત વર્ષનો દીકરો અત્યાર સુધી તેમની પાસે રહેતા હતા. પરંતુ હવે તેમના ભાઈ, જે બાળકોના પિતા છે, તે બાળકોને લેવાનો અને તેમની જવાબદારી ઉઠાવવાનો સ્પષ્ટ ઇનકાર કરી રહ્યા છે.

​કોલ મળતાં જ અભયમની ટીમ તુરંત જણાવેલ સ્થળ પર પહોંચી હતી. ટીમે સર્વપ્રથમ બંને બાળકોનું કાઉન્સેલિંગ કર્યું.

બાળકોને પૂછવામાં આવ્યું કે, તેઓ તેમના માતા-પિતા પાસે રહેવા માંગે છે કે નહીં. કાઉન્સેલિંગ દરમિયાન જાણવા મળ્યું કે, બાળકોની માતાનું પાંચ વર્ષ પહેલા અવસાન થયું છે, ત્યારથી આ બાળકો તેમના ફોઈના ઘરે રહેતા હતા. બાળકોના પિતાએ બીજા લગ્ન કર્યા છે અને હાલમાં તેઓ અમદાવાદ ખાતે રહે છે. આ બાળકો પોતાના પિતાને મળવા માટે ઉત્તર પ્રદેશથી અમદાવાદ આવ્યા હતા.

અભયમની ટીમે બાળકોના પિતા અને અન્ય સભ્યોનું ગહન કાઉન્સેલિંગ કર્યું. અભયમની ટીમે તેમને સમજાવ્યું કે, ​બાળકોની માતાનું અવસાન થઈ ગયું છે, અને તેમની ઉંમર ખૂબ જ નાની છે.