Gujarat

સુરત શહેર આચાર્ય સંઘનું યોજાયું શૈક્ષણિક અને વહીવટી ભવ્ય વાર્ષિક અધિવેશન

સુરત શહેર આચાર્ય સંઘનું યોજાયું શૈક્ષણિક અને વહીવટી ભવ્ય વાર્ષિક અધિવેશન

સુરત શહેર આચાર્ય સંઘ અને ડી.ઇ.ઓ. કચેરીના સંયુક્ત ઉપક્રમે પી.પી. સવાણી વિધાસંકુલ અબ્રામા, સુરત ખાતે છઠ્ઠી ડિસેમ્બર શનિવારે સુરતના ગ્રાન્ટેડ, નોન ગ્રાન્ટેડ તથા સુમન શાળાઓનાં 400 જેટલા આચાર્યોનું શૈક્ષણિક અને વહીવટી વાર્ષિક અધિવેશન સુરત શહેર આચાર્ય સંઘ તથા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિના પ્રમુખ અને ગુજરાત રાજ્ય આચાર્ય સંઘના ઉપપ્રમુખશ્રી કિશોરકુમાર જાની, અધ્યક્ષશ્રી વિજયકુમાર બારોટ, મહામંત્રીશ્રી પ્રતાપસિંહ બારસડીયા તથા સંઘની સમગ્ર ટીમ દ્વારા પી.પી. સવાણી ગ્રુપના પ્રમુખશ્રી વલ્લભભાઈ સવાણી{બાપુજી}, મંત્રીશ્રી હર્ષદભાઈ રાજ્યગુરુ, નિયામકશ્રી જૈમિનભાઈ રાજ્યગુરૂ, અને આચાર્યશ્રી વિજયભાઈ કાકલોતરના ઉમદા સહકારથી ભવ્ય રીતે ગોઠવાયુ. જેમાં સુરતના મેયરશ્રી દક્ષેશભાઈ માવાણી, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ડો. ભગીરથસિંહ પરમાર, ગુજરાત રાજ્ય આચાર્ય સંઘના પ્રમુખશ્રી ભાનુભાઇ પટેલ, મહામંત્રીશ્રી ભરતભાઈ ચૌધરી, અન્વેષકશ્રી પંકજભાઈ પરમાર, સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના અધ્યક્ષશ્રી આશિષભાઈ વકીલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી ડૉ. અરૂણકુમાર અગ્રવાલ, રાજ્ય શાળા સંચાલક મંડળના મહામંત્રીશ્રી ડૉ. જગદીશભાઈ ચાવડા, સુરત જિલ્લા શાળા સંચાલક મંડળના પ્રમુખશ્રી સંજયભાઈ દેસાઈ, સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખશ્રી દિપકભાઈ કોલડીયા અને અધ્યક્ષશ્રી મહેશભાઈ પટેલ, રાજ્ય આચાર્ય સંઘના ઉપપ્રમુખશ્રી અમિતસિંહ વાસદિયા, શ્રી રીપેશભાઇ ગામીત, શ્રીમતી ડિમ્પલબેન મોદી, મંત્રીશ્રી નિલેશભાઈ વસાવા, રાજેન્દ્રસિંહ ચૌહાણ, પ્રવક્તાશ્રી મેહુલભાઈ પટેલ, શ્રી હિતેશભાઈ ચૌહાણ, શ્રી મુકેશભાઈ ટેલર, શ્રી રામાભાઇ ચૌધરી, શ્રી સચિનભાઈ રાણા, શ્રી તુષારભાઈ પટેલ, શ્રીમતી લીનાબેન દેસાઈ, શ્રી કમલેશભાઈ રામાનંદી, શ્રીમતી શૈલાબેન દેસાઈ, શ્રી પ્રવીણસિંહ આટોદરિયા, શ્રી અજીતસિંહ સરવૈયા સહિત ગુજરાત રાજ્ય આચાર્ય સંઘના તેમજ દક્ષિણ ગુજરાત અને સુરત શહેર જિલ્લાના વિવિધ ઘટક સંઘોના પ્રમુખ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા.
કાર્યક્રમની મંગલ શરૂઆત દીપ પ્રાગટ્ય અને સુમધુર પ્રાર્થના કે. એન્ડ એમ.પી. પટેલ સ્કૂલ અમરોલીના વિદ્યાર્થી વૃંદે કરી. સ્વાગત પ્રવચનમાં પ્રમુખ શ્રી કિશોરકુમાર જાનીએ ઉપસ્થિત આચાર્યો અને ગુજરાતભરના શિક્ષણ જગતના અગ્રણીઓની હાજરીને બિરદાવી જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની સુંદર કામગીરીની સરાહના કરી. આચાર્યોને લગતા વહીવટી પ્રશ્નો સંદર્ભે સૌનું ધ્યાન દોરી વહીવટી પ્રશ્નો પણ અસરકારક રીતે રજૂ કર્યા હતા. શહેરના પ્રથમ નાગરિક મેયરશ્રી દક્ષેશભાઈ માવાણીએ પોતાના દક્ષતાપુર્ણ પ્રવચનમાં સમગ્ર રાષ્ટ્ર કક્ષાએ સુરત શહેરના શ્રેષ્ઠ સ્વચ્છતા પ્રદર્શનમાં આચાર્યોની અસરકારક ભૂમિકા અંગે સૌનું ધ્યાન આકર્ષિત કર્યું. તથા વૃક્ષારોપણ દ્વારા પર્યાવરણ જાળવણી કાર્યક્રમમાં વધુ સહયોગ આપવા અપીલ કરી. રાજ્ય આચાર્ય સંઘના પ્રમુખશ્રી ભાનુભાઇ પટેલ અને મહામંત્રી શ્રી ભરતભાઈ ચૌધરીએ આગવી શૈલીમાં આચાર્યોના વિશાળ હિતમાં સંઘની કામગીરીઓ અને ભૂમિકાને બરાબર સ્પષ્ટ કરી તથા વિક્રમજનક મેગા રક્તદાન ઇવેન્ટમાં સુરત શહેર આચાર્ય સંઘની ઉત્કૃષ્ટ કામગીરીની પ્રસંશા કરી. શ્રી આશિષભાઈ વકીલે સર્વે આચાર્યોને વાસ્તવિક રીતે સીધું જ ઉપયોગી બને તેવું અસરકારક માર્ગદર્શન કર્યું. જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ડૉ. ભગીરથસિંહ પરમાર અને ડૉ. અરુણકુમાર અગ્રવાલે બોર્ડના પરિણામોમાં સુરત હંમેશા ગુજરાતભરમાં અગ્રેસર રહેતા હોવાના પાયામાં આચાર્યશ્રીઓની ઉત્તમ કામગીરીની સરાહના કરીને શૈક્ષણિક અને વહીવટી બધીજ બાબતોમાં સૌએ સુસજ્જતા દાખવવા પ્રેરક વાતો પ્રસ્તુત કરી. નિવૃત્ત આચાર્યો શ્રીમતી બીનીતાબેન ત્રિવેદી, શ્રી સત્યેન્દ્રભાઈ રાઠોડ, શ્રી શોયબભાઈ મુરાદ, શ્રીમતી અમિતાબેન સરૈયા, શ્રીમતી શોભાબેન પટેલ અને શ્રીમતી ઝૂબેદાબેન શેખનું ગરીમાપૂર્ણ સન્માન કર્યું. પ્રથમ સેશનના કાર્યક્રમની આભારવિધિ મહામંત્રીશ્રી પ્રતાપસિંહ બારસોડીયાએ કરી.
સમગ્ર કાર્યક્રમની ઉદ્ભઘોષણા ડૉ.ફાલ્ગુનીબેન પટેલ તથા શ્રી ભરતભાઈ મકવાણાએ કરી. દ્વિતીય સેશનના પ્રારંભમાં શહેર આચાર્ય સંઘના અધ્યક્ષશ્રી વિજયભાઈ બારોટે દરેક આચાર્યને એક સાચા શિક્ષણ સેવક અને સૈનિક બનવા અનુરોધ કર્યો. સાથે ત્રણ તજજ્ઞ વક્તાઓનો સંક્ષિપ્ત પરિચય પ્રસ્તુત કર્યો. શહેર અને રાજ્યના જાણીતા મનોચિકિત્સક ડો. પરાગભાઈ શાહ, સાર્વજનિક યુનિવર્સિટીના રજીસ્ટ્રારશ્રી આશિષભાઈ દેસાઈ તથા “શ્રી માધ્યમિક સંદેશ” ના મુખ્ય સંપાદક અને વહીવટી માર્ગદર્શક શ્રી ભરતભાઈ રાણાએ ઉપસ્થિત આચાર્યોને તેમજ એમના દ્વારા શિક્ષક, કર્મચારીઓ, વિદ્યાર્થીઓ, વાલીશ્રીઓ અને સમગ્ર સમાજ તનાવ મુક્ત બને તથા શૈક્ષણિક રીતે સમૃદ્ધ બને એવું અત્યંત આવશ્યક, ઉપયોગી અને મનોબળ વર્ધક વ્યવસાયલક્ષી અને વહીવટી માર્ગદર્શન આપ્યું હતું. વાર્ષિક અધિવેશનમાં ઉત્કૃષ્ટ મહેમાનો, શ્રેષ્ઠ વક્તાઓ, ચા, અલ્પાહાર, ભોજન, ગિફ્ટ, સુંદર ઓડિટોરિયમ અને સરસ વ્યવસ્થાઓથી ઉપસ્થિત સર્વે અભિભૂત થયા. કાર્યક્રમનું સૌજન્ય આપનાર સર્વે દાતાઓ અને પ્રત્યક્ષ કે પરોક્ષ સહયોગી થનાર સૌનો કાર્યક્રમના અંતે ઉપપ્રમુખશ્રી વિમલકુમાર ચુડાસમા, ડો. નિલેશકુમાર જોશી અને શ્રીમતી પિન્કીબેન માળીએ આભાર વ્યક્ત કર્યો. શિસ્તબદ્ધ રીતે રાષ્ટ્રગીતનું સમુહગાન કરી કાર્યક્રમ સંપન્ન થયો. આ કાર્યક્રમને સફળ બનાવવા સંઘના પ્રમુખ, અધ્યક્ષ, મહામંત્રી, તમામ હોદ્દેદારો, કારોબારી સભ્યો, સર્વે એસ.વી.એસ. અને ક્યુ.ડી.સી. કન્વીનરશ્રીઓએ ખૂબ સારી જહેમત ઉઠાવી.

9974655756

IMG-20251207-WA0040.jpg