રાણપુર તાલુકાના પાળીયાદ રોડ પર આવેલ અલમપુર-ઉમરાળા વચ્ચે ટેમ્પો રીક્ષા અને ફોરવીલ કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો ત્રણ વ્યક્તિને ગંભીર ઈજા થતાં સારવાર માટે રાણપુર સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
રાણપુર-પાળીયાદ રોડ પર આવેલ અલમપુર-ઉમરાળા વચ્ચે છકડો ટેમ્પો અને ફોરવીલ કાર વચ્ચે અકસ્માત સર્જતા ત્રણ વ્યક્તિને ગંભીર ઈજા અને થતાં સારવાર માટે રાણપુર સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
મળતી માહિતી મુજબ પાળીયાદ તરફથી આવી રહેલી સ્વીફ્ટ કાર નંબર GJ.05 JC.4338 રાણપુર તરફ જઈ રહી હતી અને ટેમ્પો રીક્ષા નંબર GJ.AU.0140 વચ્ચે આવતા બંને વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાતા ટેમ્પો રીક્ષા અને કાર બંને વચ્ચે અકસ્માત સર્જાતા રોડની સાઈડમાં ખાળીયામાં ખાબક્યા હતા. ત્યારે ઉમરાળા અને અલમપુર ગામમાં ચકચાર મચી ગઇ હતી.
ટેમ્પો રીક્ષામાં સવાર ત્રણેય યુવાનોને ગંભીર ઈજા થતાં સારવાર માટે રાણપુર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
જ્યાં એક વ્યક્તિને માથાના ભાગે ગંભીર ઈજા થઇ હોવાથી ટાંકા લેવાની ફરજ પડી હતી. જ્યારે બીજા બે વ્યક્તિને સામાન્ય સારવાર કરાઈ હતી. ટેમ્પો રીક્ષા ડ્રાઈવર અને તેમાં સવાર બે યુવાનોનો આબાદ બચાવ થતાં ગામલોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

