રવિવારે સવારે રાધનપુર નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. એક સાથે પાંચ વાહનો ટકરાતા ચાર લોકોનાં મોત નીપજ્યા છે. જ્યારે ૧૦ લોકો ઈજાગ્રસ્ત થયા છે. બીજી બાજુ, મોતનો આંક વધે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટનાને પગલે સ્થાનિકો અને પોલીસ દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિલટ ખસેડવામાં આવ્યા છે. જાેકે, અકસ્માત કેવી રીતે સર્જાયો તેની વધુ માહિતી સામે આવી નથી. તે સંદર્ભે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
રાધનપુર-કંડલા હાઈવે પર અકસ્માત સર્જાયો હતો. જેમાં ૪ લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યું હતા. જ્યારે ૧૦થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. મોટી પીપળી ગામ નજીક અકસ્માત સર્જાયો હતો. જ્યાં એક સાથે પાંચ વાહન ટ્રેલર, બાઈક, જીપ અને અન્ય બે વાહનો સામસામે અથડાતા હતા.
એક સાથે પાંચ વાહન ટકરાતા અમુક વાહન પલટી મારી ગયા હતા. જ્યારે વાહન નીચે દબાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા અને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
મૃતદેહ અને ઇજાગ્રસ્તોને રાધનપુર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જ્યારે મોતનો આંકડો વધે તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.
આ ભયંકર માર્ગ અકસ્માતમાં ઘાયલ ૧૦ લોકો સારવાર હેઠળ છે. જ્યારે કેટલાક લોકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલ પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી રહી છે.