Gujarat

વેરથી વેર શમે નહીં અવેરે જ વેર શમે એક કહેવત મુજબ ૫૦ વર્ષ થી ત્રણ પરિવારો વચ્ચે ચાલ્યા આવતા વેર નાં સંતો નાં સાનિધ્ય માં વળામણાં

વેરથી વેર શમે નહીં અવેરે જ વેર શમે એક કહેવત મુજબ ૫૦ વર્ષ થી ત્રણ પરિવારો વચ્ચે ચાલ્યા આવતા વેર નાં સંતો નાં સાનિધ્ય માં વળામણાં

રાજુલા વેરથી વેર શમે નહીં અવેરે જ વેર શમે એક કહેવત મુજબ રાજુલાના રામપરા ગામે વૃંદાવન ધામ આશ્રમ ખાતે વાઘ પરિવાર વાવડીયા પરિવાર અને લાખણોત્રા પરિવાર વચ્ચે છેલ્લા 50 વર્ષથી વેર ચાલ્યું આવતું હતું અને આ વેરના છ લોકો ભોગ બન્યા હતા ત્યારે ભૂતકાળને ભૂલી જઈ સાધુ-સંતો જ્ઞાતિ અગ્રણીઓ નહી ઉપસ્થિતિમાં આ ત્રણેય પરિવારોનું 50 વર્ષે સુખદ સમાધાન થયું
રાજુલા તાલુકાના ખાંભલીયા ગામના વાઘ પરિવાર ઝાઝરડા ગામના વાવડીયા પરિવાર અને ઉટીયા ગામના લાખણોત્રા પરિવાર વચ્ચે છેલ્લા 50 વર્ષથી વેર ચાલુ આવતો હતો અને છ લોકોના ભોગ લેવાયા હતા ત્યારે રાજુલા નજીક આવેલા વૃંદાવન ધામ આશ્રમ ખાતે અખિલ ભારતીય અની નિર્મોહી અખાડાના અધ્યક્ષ રાજેન્દ્ર દાસ બાપુ સાવરકુંડલા માનવ મંદિર આશ્રમના સંત ભક્તિ બાપુ શિહોર થી 1008 શ્રી જીણા રામ બાપુ તેમજ ખાંભલીયા ના બીઝલ ભગત સહિતના સંતોની ઉપસ્થિતિમાં તેમજ ત્રણેય પરિવારના 50 વર્ષ ઉપરના અગ્રણીઓ અને આ વિસ્તારના પ્રબુદ્ધ આહિર સમાજના આગેવાનો હોદ્દેદારો ની વિશાળ સંખ્યામાં એકબીજાની સાથે ચાલ્યા આવતા વેરને ભૂલી જઈ મો મીઠા કરાવી એકબીજાને ખબે ખભો મિલાવીને સંતોના આશીર્વાદથી સમાધાન કરવામાં આવ્યું જે યુવાન પેઢી માટે એક નવો આદર્શ અને નવા વિકાસની તકો ખુલી જાય તેવું કહી શકાય.
રાજુલા તાલુકાના નાગેરા સમાજ માં વર્ષો પહેલા આંતરિક વિદ્રોહ થયેલો જે અનુસંધાને વર્ષો પછી આજે વૃંદાવન ગામ ખાતે સંતોની ઉપસ્થિતિમાં સમાધાન થયેલ છે જે નવી પેઢી માટે એ આશા નું કિરણ ગણી શકાય. અને નવી પેઢીમાં આ વાદવિવાદનો 50 વર્ષે અંત આવ્યો તે બાબતે ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો છે ભગવાનની સાક્ષી થયેલ આ સમાધાન ને સંતોએ પણ આશીર્વાદ આપ્યા..
રાજુલા વિસ્તારના નાઘેરા સમાજના અગ્રણીઓ અને સંતોની ઉપસ્થિતિમાં આજે વેરના વળામણા થયા છે આ સમાજમાં અત્યાર સુધીમાં પાંચેક જેટલા મોટા સમાધાન થયા છે જેમાં બે સમાધાનમાં ભક્તિ બાપુ પોતે સાક્ષી બન્યા છે આવતી પેઢીને સુખી કરવા માટે આજના સમયમાં જુના વેર ભૂલી જવા જોઈએ આગામી પેઢીને વિકાસ માટે આવા સમાધાનના રસ્તા અપનાવવા જોઈએ.
રાજુલા તાલુકાના ખાંભલીયા ઉટીયા અને ઝાંઝરડા ગામના ત્રણ પરિવારના વર્ષો જૂના વેરના આજે સમાધાન થયા છે આ ત્રણેય પરિવારો કાયમી એકબીજા સાથે પ્રેમ ભાવનાથી રહે તેવી સંતોએ આશા વ્યક્ત કરીને આશીર્વાદ આપ્યા
આ વિસ્તારના નાઘેરા સમાજના પરિવારોમાં અત્યાર સુધીમાં પાંચ મોટા સમાધાનો થયા છે જે સમાજ માટે અને એક આગેવાન તરીકે અમારા માટે ગૌરવ ની વાત છે સમાધાન એ જ સમાજની મૂડી છે. અને દરેક સમાજ આ રસ્તો અપનાવે તેવી પ્રમુખ તરીકે અપીલ પણ કરવામાં આવી છે
ત્રણ ગામના 50 વર્ષ જૂના વેરના વળામણા થયા છે તે બાબતે આ પરિવારની પેઢીના નવયુવાન સાધુ સંતો અને આગેવાનોનો આભાર માની ખુશી વ્યક્ત કરી રહ્યા છે. અને ભગવાનને પ્રાર્થના પણ કરી રહ્યા છે કે ભવિષ્યમાં હવે પછી કોઈ પરિવારો વચ્ચે વંય મનષ્ય ન રહે
50 50 વર્ષ સુધી આ ત્રણેય પરિવારો વચ્ચે જે વેર ઝેરના વાવેતરો હતા તે આજે પૂર્ણ થયા છે આખરે સમાધાન થતાં નવી પેઢી માટે એક આદર્શની મિશાલ ખડી થઈ છે અને મોટી સંખ્યામાં 50 વર્ષ ઉપરના વયોવૃદ્ધો એકઠા થઈ સમાધાનને સંતોના આશીર્વાદ માની રહ્યા છે ત્યારે હવે જોવાનું એ રહેશે કે આ વિસ્તારમાં અન્ય કોઈ વેર ઝેર કે વાંધો હોય તો તેનું સમાધાન થાય તે આ પ્રસંગ ઉપરથી શીખવાનું રહેશે

રિપોર્ટ નટવરલાલ ભાતિયા

IMG-20250605-WA0078-1.jpg IMG-20250605-WA0064-0.jpg