Gujarat

ભરૂચ જિલ્લાના તમામ તાલુકાઓના ૨૪૦ ગામોમાં આદિ સેવા કેન્દ્ર બનાવાશે – આજે તમામ ગામોમાં ખાસ ગ્રામસભા’ યોજાશે

ભરૂચ જિલ્લાના તમામ તાલુકાઓના ૨૪૦ ગામોમાં આદિ સેવા કેન્દ્ર બનાવાશે – આજે તમામ ગામોમાં ખાસ ગ્રામસભા’ યોજાશે

*આદિ કર્મયોગી અભિયાન હેઠળ દરેક ગામની પાયાની જરૂરીયાત મુજબ વિલેજ એકશન પ્લાન બનાવી વિલેજ વિઝન-૨૦૩૦ને મંજૂરી આપી તે અંગેનો ઠરાવ પણ ગ્રામજનો કરશે*

*આદિ કર્મયોગી અભિયાન – રિસ્પોન્સિવ ગવર્નન્સ પ્રોગ્રામ’ શુભારંભ અંર્તગત આદીવાસી સમૃદ્ધિ અને સાંસ્કૃતિક વારસાના જતન માટે વિવિધ પ્રકારની કામગીરી હાથ ધરાશે

ભરૂચ – બુધવાર- પૂ.મહાત્મા ગાંધીજી જન્મ જયંતી- તા.૨જી ઓકટોબરે ભરૂચ જિલ્લાના આદિવાસી ગામોમાં વિશેષ ગ્રામસભા યોજાશે. જેનો મુખ્ય હેતુ આદિવાસીઓને સર્વક્ષેત્રે વિકાસપથ પર અગ્રેસર કરવાનો છે. ગ્રામજનોના સહયોગ વડે આગામી પાંચ વર્ષનો વિકાસ પ્લાન તૈયાર કરીને ગ્રામસભામાં જરૂરી ઠરાવ કરવામાં આવશે.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની રાહબરી હેઠળ સરકારે સમગ્ર ગુજરાતના આદિવાસી ક્ષેત્રને વિકાસની રાહમાં જોડવા અભિયાન ઉપાડયું છે. જેમાં આદિ કર્મયોગી અભિયાન હેઠળ ‘વિલેજ વિઝન-૨૦૩૦’ તૈયાર કરવામાં આવશે. ગ્રામીણ ક્ષેત્રના જનજનને વિકાસમાં જોડીને ૨૦૪૭ ના વિકાસશીલ ભારતમાં ભાગીદાર બનાવવાનો છે. જેના માટે ભરૂચ જિલ્લાના આદિવાસી વિસ્તારના ૨૪૦ ગામોમાં આદિ સેવા કેન્દ્ર બનાવાશે. જેમાં ફરિયાદ નિવારણ કેન્દ્ર યોજનાઓનું એનાલિસીસ, અધિકારીઓએ દર અઠવાડિયે એક કલાકની સેવાઓ, આદિવાસી ગ્રામજનોની જરૂરિયાતો મુજબની સેવાઓ ઉપલબ્ધ કરાવાશે. દર સોમવારે સવારે ૧૦ થી ૫ આદીવાસી કેન્દ્રમાં ફરિયાદ નિવારણ થશે.

આદિ કર્મયોગી અભિયાન હેઠળ પ્રાયોજના વહીવટદારશ્રીની કચેરી ભરૂચ દ્વારા પ્રાપ્ત થયેલી વિગતો મુજબ આદિ કર્મયોગી અભિયાન હેઠળ વિલેજ એક્શન પ્લાન બનાવવામાં આવશે. ભરૂચ જિલ્લાના દરેક આદિવાસી પરિવારને પાકું ઘર, શુદ્ધ પીવાનું પાણી, વીજળીકરણ, આરોગ્ય સેવાઓ, શિક્ષણ, રોજગાર તક, માન સન્માન, સમૂદ્ધિ અને સાંસ્કૃતિક વારસાના જતન અંતર્ગત જિલ્લામાં તમામ તાલુકાના લોકોને આવરી લેવાયા છે. જેમા ઝઘડીયા તાલુકાના ૭૦, વાલીયાના ૪૮, નેત્રંગ ના ૫૮, આમોદ ૧૦, હાંસોટ ૧૦, અંકલેશ્વર ૨૨, ભરૂચ ૧૭, વાગરા ૦૩ અને જંબુસર ૦૨ ગામોનો સમાવેશ થાય છે. જ્યાં ઝઘડીયા તાલુકાના કાકલપોરગ્રામ પંચાયતમાં આદી સેવા બનાવવામાં આવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ કેન્દ્ર સરકારના ઘરતીઆબા જનજાતિય ઉત્કર્ષ અભિયાન હેઠળ રાજયભરમાં તા.૨૨ ઓગસ્ટથી આદિ કર્મયોગી અભિયાન યોજાયું હતું. જેમાં કર્મયોગીઓએ આદિવાસી ક્ષેત્રમાં જઇ, ગામના આગેવાનો, પ્રબુદ્ધ નાગિરકો, અધિકારીઓ સાથે ચર્ચા કરીને ગ્રામ વિકાસના પાયાની

વ્યવસ્થાઓ અંગે ગ્રામ વિકાસ પ્લાન તૈયાર કર્યો છે.

મહાત્મા ગાંધીજીના સર્વાંગી ગ્રામ વિકાસ અને આદિવાસી કલ્યાણના ઉદ્દેશને આગળ વધારતા દેશના વડાપ્રધાનશ્રીએ વર્ષ-૨૦૨૩માં ‘પ્રધાનમંત્રી જનજાતીય આદિવાસી ન્યાય મહા અભિયાન (PM-JANMAN)’ અને વર્ષ-૨૦૨૪માં ‘ધરતી આબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન (DA-JGUA)’ શરૂ કર્યું છે. વર્ષ-૨૦૨૫માં સમગ્ર દેશ અને ગુજરાતમાં “આદિ કર્મયોગી અભિયાન – રિસ્પોન્સિવ ગવર્નન્સ પ્રોગ્રામ’નો શુભારંભ કરાવ્યો છે.

છેવાડાના માનવી યોજનાકીય લાભ મેળવી પગભર બને, કાગળ પર નહીં, પરંતુ આદિવાસી વિસ્તારોમાં ગ્રામ્ય શાસન અને સેવા બહેતર બને એવા કેન્દ્ર-રાજય સરકારના આશયને પૂર્ણ કરવા ગ્રામજનો અને પ્રજાના પ્રતિનિધિઓને સાથે રાખીને ગ્રામ વિઝન તૈયાર કરવામાં આવે તે અતિ જરૂરી હતું. જે આદિવાસી ગામોમાં એક સાથે ‘મહા ગ્રામસભા’ના માધ્યમથી યોજાશે…. ન્યૂઝ રિપોર્ટર રાકેશ જી પાઠક ભરૂચ….

IMG-20251002-WA0006-1.jpg IMG-20251002-WA0005-0.jpg