Gujarat

જાગૃત નાગરિકની 181 પર કૉલ બાદ અભયમ ટીમે મહિલાને સુરક્ષિત આશ્રયમાં પહોંચાડી

કઠલાલ તાલુકાના એક અંતરિયાળ ગામમાં એક અજાણી મહિલાની હાજરી જોઈને જાગૃત નાગરિકે 181 મહિલા હેલ્પલાઈનનો સંપર્ક કર્યો.

નાગરિકે જણાવ્યું કે મહિલા કોઈ પ્રશ્નોના જવાબ આપી રહ્યા નથી અને મદદની જરૂર છે.

મહિલા પોલીસ સ્ટેશન સ્થિત અભયમ રેસ્ક્યુ ટીમ તરત જ ઘટનાસ્થળે પહોંચી.

ટીમે મહિલા સાથે વાતચીત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમની માનસિક સ્થિતি અસ્વસ્થ હોવાને કારણે કોઈ સ્પષ્ટ જવાબ મળ્યા નહીં.

મહિલાની સુરક્ષા અને સારસંભાળને ધ્યાનમાં રાખીને અભયમ ટીમે તેમને ઓ.એસ.સી. ખાતે આશ્રય આપવાનો નિર્ણય લીધો.

હાલ મહિલાને સુરક્ષિત આશ્રયમાં રાખવામાં આવ્યા છે, જ્યાં તેમની યોગ્ય સંભાળ લેવામાં આવી રહી છે.