Gujarat

મેંદરડા ગ્રામ પંચાયત અને નગરજનો ની રજુઆત બાદ એસ.ટી વિભાગ દારા નવો રુટ અને બસ ફાળવવામાં આવેલ

મેંદરડા ગ્રામ પંચાયત અને નગરજનો ની રજુઆત બાદ એસ.ટી વિભાગ દારા નવો રુટ અને બસ ફાળવવામાં આવેલ

જુનાગઢ એસ.ટી વિભાગ દ્વારા મેંદરડા ખાતે થી જુનાગઢ એસ ટી ડીવીઝન દ્વારા એસ ટી ના નવા રૂટ ની નવી બસ શરૂ કરવા મા આવી છે જે બસ જુનાગઢ થી મેંદરડા બાયપાસ બપોરે ૨.૧૫ ઉપડી મેંદરડા પહોંચ્યા બાદ આજ બસ બપોરે ૩.૦૦ કલાકે મેંદરડા થી ફતેપુરા જવા નિકળશે જે વાયા ખડીયા,બિલખા ભેંસાણ જેતપુર,રાજકોટ,ચોટીલા,ડાકોર, ગોધરા થઈ ફતેપુરા પહોંચ્યશે આ તકે મેંદરડા ગ્રામ પંચાયત ના સરપંચ જે.ડી ખાવડું સદસ્ય ધર્મેશભાઈ વાળા. શ્રવણ ખેવલાણી એસ.ટી ડ્રાઈવર ગોદળભાઈ,જયતા ભાઈ વગેરે સ્ટાફ હાજર રહયો હતા બસ ને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરવામાં આવેલ હતું

તેમજ એક વિશેષ સુવિધા મેંદરડા નગર જનો અને ગ્રામ પંચાયત સરપંય સહીત ના લોકો ની માંગણી ને ધ્યાને લઈ ને બપોરે ૨.૦૦ કલાકે ઉપડતી એસ.ટી. બસ મેંદરડા રાજકોટ નોન સ્ટોપ બસ જુની ખખડધઝ સ્થિતિ મા ચાલતી હતી તે બદલાવી ને નવી નકોર બસ આપવામાં આવી છે જેથી લોકો ને થતી પારાવાર મુશ્કેલીનો નો અંત આવ્યો છે અને મુસાફરી મા વધારો તો થસે જેથી લોકો માં આનંદ ની લાગણી જોવા મળી હતી

રીપોર્ટ-કમલેશ મહેતા મેંદરડા

IMG-20250818-WA0044.jpg