આણંદ જિલ્લા છેલ્લા ત્રણ દાયકાથી હરિયાળીમાં જંગલ ન હોવા છતાં હેકટરે 73 ટકા વૃક્ષો સાથે નંબર વન સ્થાન ધરાવે છે. પરંતુ ચાલુવર્ષે એક પેડ મા કે નામ અભિયાનમાં ટોપ ટેનમાં સ્થાન મેળવી શક્યો નથી.
આણંદ જિલ્લાને 60 લાખ વૃક્ષો રોપવાના લક્ષ્યાંક સામે 45 લાખ વૃક્ષો જ વાવી શકાયા છે. વન વિભાગ કહે છે કે પૂરતા રોપા ન હોવાથી લક્ષ્યાંક પ્રાપ્ત થયો નથી.
એક પેડ મા કે નામ અભિયામાં સૌથી વધુ કચ્છ અને જામનગર જિલ્લામાં 1 કરોડથી વધુ વૃક્ષો રોપણી કરીને પ્રથમ અને બીજા સ્થાને છે.
જયારે ખેડા જિલ્લો 70.63 લાખ વૃક્ષો રોપીને પાંચમા સ્થાને રહ્યો છે.
હરિયાળીમાંઅગ્રેસર રહેલા આણંદ જિલ્લામાંતંત્રે એક પડે મા કે નામઅભિયાનમાં રસ ના દાખવતાંજિલ્લાને આપવામાં આવેલાલક્ષ્યાંક સામે 45 લાખ વૃક્ષોનીરોપણી ગત ફેબ્રુઆરીના અંતસુધીમાં કરવામાં આવી છે. જેથીરાજ્ય તમામ જિલ્લામાં 1 થી 10માંસ્થાન મળ્યું નથી.
જો કેઆણંદ વનવિભાગે એક પેડ મા કે નામનીજાહેરાત પહેલા મોટાપ્રમાણવૃક્ષારોપણ કરતાં રોપાની ઘટવર્તાઇ હોવાથી લક્ષ્યાંક પૂરો થઇશક્યો ન હોવાનું વન વિભાગનાસૂત્રોએ જણાવ્યું હતું.
હાલમાંઆણંદ જિલ્લામાં માર્ગો પહોળોકરવા સહિત બુલેટ ટ્રેન ટ્રેક, ગૃડઝટ્રેનના માકે કોરીડોર સહિત અન્યહાઇવેની કામગીરીમાં હજારોવૃક્ષોનું નિકંદન થઇ ગયું છે.
જેનેલઇને આગામી વર્ષો હરિયાળીમાંપ્રથમ સ્થાન ગુમાવું પડે તેવો વખતઆવે તેમ છે.
એક માનવીને વર્ષ દરમિયાન 750 કિલો ઓક્સિજનની જરૂર પડે છે. જિલ્લાની વસ્તી 24 લાખ ની છે. જેથી વર્ષે 21 કરોડ કિલો ઉપરાંત ઓક્સિજનની જરૂરીયાત રહે છે.
જિલ્લામાં 220 લાખ વૃક્ષો છે.એક વૃક્ષ 70કિલો ઓક્સિજન આપે છે.જેની જિલ્લામાં માવનની જરૂરીયાત કરતાં ત્રણ ઘણો ઓક્સિજન પેદા થાય છે. જેથી અહીનો લોકોનું સ્વાસ્થય સારૂ રહે છે રાજ્ય સરકાર એક પેડ મા કે નામની જાહેરાત મોડી કરી હતી.
તે પહેલા આણંદ જિલ્લામાં મોટાપ્રમાણ વૃક્ષારોપણ કરી દેવામાં આવ્યું હતું.જેથી એક પેડ મા કે નામ જાહેરાત બાદ નવા રોપા પુરતા મળ્યાં ન હતા. આ વખતે બાકી રહેલ લક્ષ્યાંક માટે ચોમાસામાં 20 લાખ ઉપરાંત છોડ રોપવામાં આવશે.

