Gujarat

જૂનાગઢના ભેસાણ વિસાવદરમાં રાષ્ટ્રીય મિશન મગફળી અને સોયાબીન ખાધ તેલ તેલીબિયાં નું વધુ ઉત્પાદન મેળવવા માટે કૃષિ વૈજ્ઞાનિકે 250 ખેડૂત સાથે મીટીંગ યોજી

જૂનાગઢના ભેસાણ વિસાવદરમાં રાષ્ટ્રીય મિશન મગફળી અને સોયાબીન ખાધ તેલ તેલીબિયાં નું વધુ ઉત્પાદન મેળવવા માટે કૃષિ વૈજ્ઞાનિકે 250 ખેડૂત સાથે મીટીંગ યોજી

જૂનાગઢના ભેસાણ વિસાવદર ના ખેડૂતો વીરપુર શેખાવા ગમે મગફળી અને સોયાબીનના તેલના ઉત્પાદન માટે ખેડૂતો સાથે એક મહત્વની મીટીંગ યોજાય જેમાં કૃષિ યુનિવર્સિટી ના વૈજ્ઞાનિક અમિત પોલરાદ્ધારા ખેડૂતોને ખેતીની સમજણ આપવામાં આવી હતી ખેત પેદાસોનુ વધુમાં વધુ કઈ રીતે ઉત્પાદન મેળવી શકાય અને કઈ રીતે નિંદામણ નાશ કરી શકાય તેમ જ ખેતીમાં આવતા રોગોને કઈ રીતે અટકાવી શકાય તે વિશેસ સમજણ ખેડૂતોને આપવામાં આવી તેમજ સરકાર શ્રી તરફથી કેવી રીતે સરકારી સહાય ખેડૂતો મેળવી શકે તે વિશેપણ સમજણ આપી હતી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા ભારતભરમાં ગુણવત્તા વાળું તેલનું ઉત્પાદન કઈ રીતે વધારી શકાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જેમાં તાજેતરમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ ખેડૂતો માટે સહકાર મંત્રાલય બનાવવામાં આવ્યું છે આ મંત્રાલય હેઠળ ચાલતી સત્રભૂત ફાર્મર પ્રોડ્યુસર કંપની લિમિટેડ નાબાર્ડ દ્વારા ભેસાણ વિસાવદર ના 2091 ખેડૂતોને વિનામૂલ્યે મગફળી અને સોયાબીન નું વિતરણ તદ્દન ફ્રીમાં કરવામાં આવ્યું હતું. જેને લઈને મોટી સંખ્યામાં ખેડૂતોએ આ બિયારણ નું વાવેતર કરીને મોટી સંખ્યામાં ખેડૂતોએ લાભ મેળવિ ને પ્રતિ હેક્ટરદીઠ મગફળી અને સોયાબીન બિયારણ નું વાવેતર કર્યું હતું ખેડૂતોના ચોમાસુ સિઝનનો ખેતરોમાં ઉભોપાક પણ ખૂબજ સારી ક્વોલિટીનો છે અને ખૂબ જ સારું બિયારણ હોવાથી ખેડૂતો આશા સેવી રહ્યા છેકે બમણું ઉત્પાદન આવશે ગુણવત્તા વાળા સારા બિયારણ મળતા ખેડૂતોએ સરકારશ્રીનો પણ આભાર માન્યો હતો જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો દ્વારા ખેત પેદાશોનું ઉત્પાદન વધારવા માટે હજુ ખેડૂતો સાથે આઠ મીટીંગ કરવામાં આવશે

રિપોર્ટર,મહેશ કથિરીયા

IMG-20250812-WA0035.jpg