કોંગ્રેસના સીનીયર નેતા ના પુત્ર નું મોટું નિવેદન
થોડા સમય અગાઉ કોંગ્રેસ પાર્ટી સાથે છેડો ફાડી ર્ઝ્રહખ્તિીજ છઁ બનાવવાની તૈયારી કર્યા બાદ તેની સોશિયલ મીડિયામાં જાહેરાત કરનાર અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે ફેરવી તોળ્યું છે. હવે તેણે કહ્યું છે કે, તે નવી પાર્ટી નહીં બનાવે. સમર્થકોની ઈચ્છા હતી પણ વિભાજન યોગ્ય નહી રહે તે માટે નવી પાર્ટી નહી બનાવવાનો ર્નિણય લેવાયો છે.
ગત લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસની ટિકિટ કપાયા બાદ ઘણા કાર્યકરો કોંગ્રેસ છોડી છછઁ અને મ્ત્નઁ માં જાેડાઈ ગયા હતા. અહેમદ પટેલનો પરિવાર ચૂંટણી લડે તેવું કાર્યકર્તા ઈચ્છે છે. હું કોંગ્રેસ પાર્ટીમાં જ છું તેવુ પણ ફૈઝલે જણાવ્યું હતુ. સોશિયલ મીડિયામાં મુકેલ પોસ્ટ અંગે ચબરાકીથી બચાવ કરતા કહ્યું કે, લોકો શું ઈચ્છે છે તે જાણવા માટે પોસ્ટ મૂકી હતી. મારે કોંગ્રેસ અથવા અપક્ષ ચૂંટણી લડવી જાેઈએ એવા સમર્થકોના મને ખુબ અભિપ્રાય મળ્યા હતા.

