Gujarat

અક્ષર ગ્રુપ આયોજિત જન્માષ્ટમી રથયાત્રા નું હિન્દૂ હદય સમ્રાટ ડો પ્રવીણભાઈ તોગડીયા ના હસ્તે રાષ્ટ્રગાન થી પ્રસ્થાન કરાયું

અક્ષર ગ્રુપ આયોજિત જન્માષ્ટમી રથયાત્રા નું હિન્દૂ હદય સમ્રાટ ડો પ્રવીણભાઈ તોગડીયા ના હસ્તે રાષ્ટ્રગાન થી પ્રસ્થાન કરાયું —————————– દામનગર શહેર માં અક્ષર ગ્રુપ દામનગર આયોજિત જન્માષ્ટમી મહોત્સવ રથયાત્રા નું આંતર રાષ્ટ્રીય હિન્દૂ પરિષદ ના અધ્યક્ષ હિન્દૂ હદય સમ્રાટ ડો પ્રવીણભાઈ તોગડિયા ના વરદહસ્તે રાષ્ટ્રગાન થી પ્રસ્થાન કરાયું આ તકે ગઢડા BAPS મંદિર ના સ્વામી અધ્યામક સ્વરૂપદાસજી સ્વામી દેવદાસ સ્વરૂપજી તેમજ માનવ સેવા ટ્રસ્ટ ટીમ્બિ ની સ્વામી નિર્દોષાનંદ સરસ્વતીજી હોસ્પિટલ ના બી એલ રાજપરા યુવા સહકારી અગ્રણી મનીષભાઈ સંઘાણી સહિત અનેકો મહાનુભવો ની ઉપસ્થિતિ માં દામનગર અક્ષર ગ્રુપ ના માઈક્રો પ્લાનિંગ ની સર્વત્ર સરાહના યુવાનો માં અદમ્ય ઉત્સાહ સાથે ભગવાન શ્રી કૃષ્ણ જન્મોત્સવ ની અદભુત ઉજવણી થી સમગ્ર શહેરીજનો માંથી એકજ ઉદગાર અદભુત વ્યવસ્થા શક્તિ સાથે અક્ષર ગ્રુપ ના યુવાનો દ્વારા સમગ્ર શહેર ના મુખ્ય રાજમાર્ગો ચોક ચોરા ચાવડી ઓને રોશની નો ઝળહળાટ કમાન દરવાજા નું સુશોભન સમગ્ર શહેર ઉત્સવ મય બન્યું રોડ રસ્તા ની બંને તરફ શ્રદ્ધાળુ ભાવિકો ની રથયાત્રા ના દર્શન માટે લાઈનો લાગી અકડેઠઠ જેન મેદની સાથે પોપટપરા પ્રસ્થાન થયેલ છભાડીયા રોડ સરદાર ચોક થી શ્રી વેજનાથ મહાદેવ ઠીકૂદી થી પરત છભાડીયા રોડ ઉપર મટુકી ઉત્સવ યોજાયો હતો રાત્રી ના ૮-૦૦ કલાકે પોપટપરા થી રાત્રી ૧૨-૦૦ કલાકે છભાડીયા રોડ મટૂકી ઉત્સવ બાદ વિસર્જન કરાય હતી રથ યાત્રા ના સમગ્ર રૂટ ઉપર સતત બોડી ઓન કેમેરા સાથે સ્થાનિક પોલીસ હોમગાર્ડ જવાનો એ સતત ચાર કલાક ખડે પગે રહી ફરજ બજાવી હજારો ની જનમેદની કૃષ્ણમય બની ભવ્ય અને દિવ્ય જન્માષ્ટમી મહોત્સવ ઉજવ્યો હતો

રિપોર્ટ નટવરલાલ ભાતિયા

IMG-20250817-WA0111-3.jpg IMG-20250817-WA0113-1.jpg IMG-20250817-WA0112-2.jpg IMG-20250817-WA0114-0.jpg