છોટા ઉદેપુર જિલ્લામાં એક જ દિવસમાં બે અલગ-અલગ સ્થળોએથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂ ઝડપાયો છે. સવારે SMC (સ્ટેટ મોનિટરિંગ સેલ) દ્વારા બોડેલી પાસેથી દારૂ પકડવામાં આવ્યો હતો, જ્યારે બપોરે LCB (લોકલ ક્રાઈમ બ્રાન્ચ) એ XUV ગાડીમાંથી ₹2,62,003/- ની કિંમતનો વિદેશી દારૂ જપ્ત કરીને ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરી છે. સવારે, SMC એ બોડેલી નજીકથી 15 સ્કૂટર પર લઈ જવાતો ₹25 લાખથી વધુની કિંમતનો વિદેશી દારૂ અને અન્ય મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ કાર્યવાહીથી જિલ્લામાં દારૂની હેરાફેરીનું મોટું નેટવર્ક પકડાયું હોવાનું સામે આવ્યું છે.
બપોરના સમયે, જિલ્લા LCB ને બાતમી મળી હતી કે એક XUV ગાડી નંબર GJ 27 AH 0446 માં વિદેશી દારૂ ભરીને રંગપુરથી છોટા ઉદેપુર તરફ જઈ રહી છે. આ બાતમીના આધારે LCB ની ટીમે રંગપુર નાકા પર વોચ ગોઠવી હતી. વોચ દરમિયાન, બાતમી મુજબની XUV ગાડી આવતા તેને રોકવામાં આવી હતી. ગાડીની તલાશી લેતા, તેમાં ચોરખાનું બનાવીને સંતાડેલી વિદેશી દારૂની કુલ 509 બોટલ મળી આવી હતી, જેની કિંમત ₹2,62,003/- આંકવામાં આવી છે.

