પાલનપુર તાલુકાના હેબતપુર પાટિયા નજીક આવેલ પેપર મિલમાં શનીવાર બપોરે ભયાનક આગ લાગતા તાત્કાલિક ફાયરબ્રિગેડને જાણ કરી હતી. પ્રાથમિક તપાસમાં આગનું કારણ શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું જાણવા મળ્યું હતું. ફેક્ટરીમાં દસથી વધુ કર્મચારીઓ સમયસર બહાર નીકળી ગયા હોવાથી મોટી જાનહાની થતાં ટળી ગઈ હતી.
ફાયરબ્રિગેડે લગભગ 60,000 લીટર પાણીનો ઉપયોગ કરીને આગને કાબૂમાં લીધી હતી. પાલનપુર તાલુકાના હેબતપુર પાટિયા નજીક આવેલી ઉમા પેપર પ્રોડક્ટ્સ ફેક્ટરીમાં શનીવાર બપોરે 1 વાગ્યાની આસપાસ ભયાનક આગ લાગી હતી. ફેક્ટરીમાં કામ કરતા દસથી વધુ કર્મચારીઓ સમયસર બહાર નીકળી ગયા હોવાને કારણે કોઈ જાનહાની થઈ ન હતી. પ્રાથમિક તપાસમાં આગનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું અનુમાન કરવામાં આવ્યું છે.
ફેક્ટરીમાં કાગળના ગ્લાસ સહિતના સામગ્રીનું ઉત્પાદન ચાલી રહ્યું હતું. પાલિકાની ફાયર વિભાગને બપોરે 1.25 કલાકે કોલ મળતા જ 13 કિલોમીટર દૂર ફ્કત 23 મિનિટમાં ફાયર ફાયટરો ઘટના સ્થળે પહોંચી ગયા હતા.

