સમસ્ત આહીર સમાજ મેંદરડા દ્વારા હીરાભાઈ જોટવા ના સમર્થન માં મામલતદાર ને આવેદન પત્ર પાઠવેલ
મેંદરડા તાલુકા સમસ્ત આહીર સમાજ દ્વારા આહિર સમાજના અગ્રણી હીરાભાઈ જોટવા કે જેવો સોમનાથ જિલ્લાના સુપાસી ગામના વતની ને તાજેતરમાં ભ્રષ્ટાચાર આચરવા ના આરોપસર મુદ્દે ખોટી રીતે સંડોવણી કરવામાં આવેલ હીરાભાઈ ચોટવા અને તેના પુત્રને પોલીસ સ્ટેશને પૂછપરછ માટે લઈ જવાના હોય જે બાબતે ભરૂચ પોલીસ દ્વારા ધરપકડ કરી પૂછપરછ કરવાના બહાના હેઠળ લઈ જઈ અટકાયત કરવામાં આવેલ
જે બાબતે સમસ્ત મેંદરડા આહીર સમાજે રોષ વ્યક્ત કરી મેંદરડા મામલતદાર ને લેખિતમાં આવેદનપત્ર પાઠવેલ છે જેમાં ઉલ્લેખ કરવામાં આવેલ છે કે હીરાભાઈ જોટવા ની કોઈ જ સીધી સંડોવણી ન હોવા છતાં એફ.આઇ.આર નોંધવામાં આવેલ છે જે બિલકુલ યોગ્ય નથી કેમકે જેના પર આરોપ લગાવવામાં આવ્યા છે તે પેઢી માં હીરાભાઈ કે તેમનો પરિવાર ના તો તેના માલિક છે કે ના તો ભાગીદાર છે છતાં પણ ઓન રેકોર્ડ ના પુરાવા વગર કિન્નાખોરી રાખી ને હીરાભાઈ અને તેમના પુત્રની ધરપકડ કરવામાં આવેલ જે ટોર્ચરીંગ થી જે પ્રક્રિયા કરવામાં આવી તે બિલકુલ ન્યાયિક નથી જેની અટકાયત કરી એફ આર આઇ દાખલ કરવામાં આવેલ જે ન્યાયિક સિદ્ધાંત વિરુદ્ધ થયેલ છે અને અંતમાં રજૂઆત કરવામાં આવેલ હતી કે ખોટી રીતે હેરાન પરેશાન કરવામાં ન આવે
આ બાબતે આહીર સમાજના અગ્રણી પ્રવીણભાઈ ડાંગર, હરસુખભાઈ ડાંગર, દાત્રાણા આહીર સમાજ પ્રમુખ નારણ ભાઈ અખેડ, મેંદરડા આગેવાન રજનીશ સોલંકી,સરપંચ રાકેશ ગોહિલ,અરણીયાળા આગેવાન પ્રભાત બકોત્રા,દેવાભાઈ માડમ, વગેરે આહીર સમાજના આગેવાનો યુવાનો વગેરે બહોળી સંખ્યામાં મામલતદાર કચેરીએ આવેદનપત્ર પાઠવવા ઉપસ્થિત રહ્યા હતા
રીપોર્ટ : કમલેશ મહેતા મેંદરડા