Gujarat

સમસ્ત ભરવાડ સમાજ સાવરકુંડલા આયોજિત સાવરકુંડલા થી દ્રારકા પગપાળા સંઘયાત્રા આજરોજ દ્વારકા તરફ પ્રસ્થાન

સાવરકુંડલા થી દ્વારકા પગપાળા સંઘયાત્રા આજે પ્રસ્થાન થયું દસ દિવસ બાદ દ્રારકા પહોંચશે. આજરોજ સાવરકુંડલા સમસ્ત ભરવાડ સમાજ આયોજિત સાવરકુંડલા થી દ્રારકા પગપાળા સંઘયાત્રા આજરોજ પ્રસ્થાન થયેલ છે. અંદાજિત ચારસો જેટલા પદયાત્રીઓ ૧૦૦ જેટલા સ્વયંમસેવકો સાથે દ્રારકા દર્શને નીકળી પડ્યા છે.
પદયાત્રા સંઘના તમામ પદયાત્રીઓ ભક્તિભાવ સાથે દ્રારકાધીશના જયઘોષ સાથે દ્રારકા જવા રવાના થયા. આમ ગણીએ તો આવો વિશાળ પદયાત્રા સંઘ અને એ પણ દ્રારકા જેવા દૂરના યાત્રાધામ સુધી જવું એ ખરેખર કઠીન તો ગણાય. પરંતુ દ્રઢ સંકલ્પ સાથે ભક્તિભાવ અને આસ્થા જોડાયેલ હોય તો કોઈ પણ કાર્ય મુશ્કેલ નથી. બપોરે એક વાગ્યાના સુમારે નીકળેલ આ પદયાત્રા સંઘ હાલ ચલાલા ખાતે પહોંચ્યા હશે.
બિપીન પાંધી સાવરકુંડલા