Gujarat

સાવરકુંડલા ખાતે રાત્રી સત્સંગ – સમારોહનું આયોજન કરવામાં આવ્યું

તા.૦૨-૦૩-૨૫ ને રવિવારે રાત્રે ૮.૩૦ બ.પૂ.પા.સ્વામી શ્રી નિદોર્ષાનંદ સરસ્વતીજી મહારાજના અનન્ય ચરણોપાસક સદ શિષ્ય પૂ. સ્વામી શ્રી ભોલાનંદ સરસ્વતીજી મહારાજનું શ્રી રાધા કૃષ્ણ મંદિર ખાતે રાત્રી સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિશાળ સંખ્યામાં સત્સંગીઓ ઉપસ્થિત રહ્યા હતા.પૂ ..ભોલાનંદ સરસ્વતીજી મહારાજે કહ્યું હતું કે શિવજીનું નામસ્મરણ અને ઉપાસનાથી માનવજીવન ધન્ય થાય છે આ માનવ જન્મ સાર્થક કરવો હોય તો વ્યસન અને ફેશન થી મુક્ત થવું પડશે.રાત્રી સત્સંગ સફળ બનાવવા માટે શ્રી રાધા કૃષ્ણ મંદિર, નંદીગ્રામ સોસાયટી યુવા ગ્રુપ ભારે જહેમત ઉઠાવી હતી.
બિપીન પાંધી સાવરકુંડલા