વેરાવળ એપીએમસીએ ખેડૂતોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ આગાહીને ધ્યાનમાં રાખીને વેરાવળ માર્કેટિંગ યાર્ડ આગામી ત્રણ દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

એપીએમસીના સેક્રેટરી કનકસિંહ પરમારે જણાવ્યું કે, તારીખ 25 સુધી યાર્ડની તમામ કામગીરી બંધ રહેશે. આ નિર્ણય યાર્ડમાં આવતા ખેડૂતો અને વેપારીઓને નુકસાન ન થાય તે હેતુથી લેવામાં આવ્યો છે. ખેડૂતોને પણ આ ત્રણ દિવસ દરમિયાન યાર્ડમાં ખેત ઉપજ ન લાવવા સૂચના આપવામાં આવી છે.
આ નિર્ણયથી યાર્ડમાં આવતી ખેત જણસોને વરસાદથી થતા નુકસાનથી બચાવી શકાશે. વેપારીઓ અને ખેડૂતોએ આ સમયગાળા દરમિયાન યાર્ડની મુલાકાત ન લેવા વિનંતી કરવામાં આવી છે.




