સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદના કારણે દ્વારકાના દરિયામાં ભારે કરંટ જાેવા મળ્યો છે. ભારે પવન સાથે દરિયામાં ઉંચા મોજા ઉછાળ્યા છે. ભારે વરસાદની આગાહી વચ્ચે દરિયમાં કરંટ જાેવા મળ્યો છે. દરિયામાં ૧૫ થી ૨૦ ફૂટ ઉંચા મોજા ઉછાળ્યા છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપવમાં આવી છે.ઓખાબંદર પર ૩ નંબરનું સિગ્નલ યથાવત રાખવામાં આવ્યું છે.
દ્વારકાનો અરબી સમુદ્ર ગાંડોતૂર થયો છે. ભારે પવન સાથે દરિયામાં ઉંચા મોજાં ઉછાળી રહ્યા છે.હવામાન વિભાગ દ્વારા હજુ પણ અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારે વરસાદની શક્યતા વચ્ચે અરબી સમુદ્રમાં કરંટ જાેવા મળ્યો છે. અરબી સમુદ્રમાં ૧૫ થી ૨૦ ફૂટ ઊંચા મોજા ઉછાળ્યા છે.લોકોને દરિયા કિનારે ન જવા માટે અપીલ કરવામાં આવી છે.