અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનના એટ્રોસિટીના ગુનામાં નાસતા ફરતા લીસ્ટેડ આરોપીને પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ
ભાવનગર રેન્જ આઇ.જી.નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમા ગુનાઓ કરી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાત નાઓએ અમરેલી જીલ્લામાં ગુનાઓ આચારી, પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા આરોપીઓ તથા જેલમાંથી ફરાર થયેલ કેદીઓને પકડી પાડવા અમરેલી જિલ્લા પોલીસને માર્ગદર્શન આપેલ હોય,જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.એ. એમ.પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમે અમરેલી રૂરલ પો.સ્ટે.ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૪૨૪૦૪૨૭/૨૦૨૪, બી.એન.એસ. કલમ ૩૫૧(૩), ૩૫૨, ૨૯૬(બી), ૧૩૧ તથા એટ્રોસિટી કલમ ૩(૧)(આર)(એસ), ૩(૨)(૫-અ) તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબના કામનો આરોપી કાયદેસરની ધરપકડ ટાળવા માટે છેલ્લા ત્રણ માસથી નાસતા ફરતો હોય, મજકુર લીસ્ટેડ આરોપીને ટેક્નીકલ સોર્સ અને બાતમી હકિકત આધારે પકડી પાડી, આગળની કાર્યવાહી થવા સારૂ અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.
*પકડાયેલ આરોપીની વિગતઃ-*
*વિજય ઉર્ફે ગાંધી ભીખુભાઈ ચારોલીયા, ઉ.વ.૨૦, રહે.જસવંતગઢ (ચિતલ), તા.જિ.અમરેલી.*
*આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાત નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી.પોલીસ ઇન્સ.એ.એમ.પટેલ તથા હેડ કોન્સ. આદિત્યભાઈ બાબરીયા, કુલદીપભાઇ દેવભડીંગજી, રાહુલભાઈ ઢાપા, તુષારભાઈ પાંચાણી તથા પો.કોન્સ. વરજાંગભાઈ મુળીયાસીયા, હરેશભાઇ કુંવારદાસ દ્વારા કરવામાં આવેલ છે.


