નારી શક્તિનું ગૌરવ હણાય તેવી કાર્યવાહી નિંદનીય. – પ્રતાપ દુધાત
અમરેલી ધારાસભ્ય કૌશિકભાઈ વેકરીયાને બદનામ કરવાના પ્રયાસ રૂપે જે બનાવટી પત્ર પ્રસિદ્ધ થયો તે સંદર્ભે
બનાવટી લેટર કાંડ સંદર્ભે પોલીસ તંત્ર દ્વારા જે કાર્યવાહી હાથ ધરવામાં આવી જે પૈકી ગતરોજ રાત્રે બાર વાગ્યે એક મહિલાની ધરપકડ કરી તેને રિકન્સ્ટ્રક્શન સંદર્ભે જાહેરમાં કાઢી અને મહિલા શક્તિની ગરિમાને ખંડિત કરવાનો પ્રયાસ પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવેલ તે ખરેખર નિંદનીય ઘટના છે એમ અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે જણાવ્યું હતું. સાંપ્રત સમયમાં અનેક બળાત્કારની ઘટનાઓ બનતી હોય તે સંદર્ભે તંત્ર દ્વારા સખત કાર્યવાહી થતી હોય કે કેમ? એ યક્ષપ્રશ્ન છે જો કે રાજકારણના આટાપાટા કોઈ સમજી શકે એવી પરિસ્થિતિમાં નથી અંદરોઅંદરના ડખ્ખામાં એક મહિલાનો આવી રીતે ભોગ લેવાય તે ખરેખર નિંદનીય છે.
જો કે આવી ઘટનામાં સંડોવાયેલા કોઈપણને કોઈની શેહશરમ રાખ્યા વગર કાર્યવાહી થાય એ આવકાર્ય છે પરંતુ કાયદાકીય મર્યાદામાં રહીને નારી શક્તિની સંવેદનાને ધ્યાનમાં લઈને કાર્ય થાય એ આવકાર્ય છે. જો કે આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડે નહિ તો નવાઈ નહીં
બિપીન પાંધી સાવરકુંડલા