અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોમ્બીગની કામગીરી કરતી અમરેલી તાલુકાપોલીસ ટીમ
પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજય, ગાંધીનગરનાઓએ ગુજરાત રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જળવાય, લોકોમાં સુરક્ષા અને સલામતી અનભુવાય તથા સ્થાનીક પોલીસ અને વહીવટી તંત્રના માધ્યમથી અસામાજીક ગુંડાતત્વો વિરૂધ્ધ કડક શિક્ષાત્મક કાર્યવાહી થાય, જે અન્વયે ૧૦૦ કલાકની અંદર ગુજરાત રાજ્યના દરેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અસામાજીક ગુંડાતત્વોની યાદી તૈયાર કરવા અને આવા અસામાજીક તત્વો વિરૂધ્ધ કાયદાકીય પગલા લેવા સચુના આપવામાાં આવેલ હોય,જે અન્વયે મહે.ગૌતમ પરમાર પોલીસ મહાનિરીક્ષક ભાવનગર વિભાગ, ભાવનગરનાઓએ ભાવનગર રેન્જના જીલ્લાઓમાં અસામાજીક પ્રવૃતિ કરતા અસામાજીક તત્વોની યાદી તૈયાર કરી,પગલા લેવા સુચના આપેલ હોય જે અન્વયે સંજય ખરાત નાંઓ.પોલીસ અધિક્ષક, જી.અમરેલીનાઓ દ્વારા અમરેલી જીલ્લાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ, જુગાર, શરીર-સબંધી, મિલકત-સબંધી, ગેરકાયદેસર માઇનીંગ તેમજ વારંવાર ગુન્હાઓ કરતા કુલ-૧૧૩ ઇસમોની યાદી તૈયાર કરવામાાં આવેલ હોય અને આ ઇસમોના વીરૂધ્ધ કડક પગલા લેવા અને ગુન્હાઓ ઉપર અસરકારક નિયંત્રણ લાવવા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમા જુદા જુદા ગામોમાં સરપ્રાઇસ કોમ્બીંગનું આયોજન કરી કાર્યવાહી કરવા સુચના આપેલ હોય,જેના આધારે નયના ગોરડીયા 1/c નાયબ પોલીસ અધિક્ષક, અમરેલી વિભાગ અમરેલી નાઓ દ્વારા જરૂરી માર્ગદર્શન આપતા અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર ઓ.કે.જાડેજાનાઓએ અલગ-અલગ ટીમો બનાવી જેમા કુલ-૩૦ જેટલા પોલીસ સ્ટાફ સાથે ક.૧૭/૦૦ થી ક.૨૧/૦૦ વાગ્યા દરમ્યાન જરૂરી સાધન સામગ્રી સાથે સરપ્રાઇસ કોમ્બીંગ કરતા નીચે મુજબની કામગીરી કરવામાં આવેલ છે.
*અ.નં.હેડ.સંખ્યા*
(૧)-ગેર કાયદેસરના રેમ્બો છરા, ચપ્પુ.ધોકા મળી આવતા જી.પી.એકટ ક-૧૩૫(૧) મુજબ સંખ્યા(૧)
(૨)-બી.એન.એસ.એસ ૨૦૨૩ ની કલમ-૧૨૬,૧૭૦ મુજબ સંખ્યા(૧)
(૩)-બી.એન.એસ.એસ ૨૦૨૩ ની કલમ-૧૨૮ મુજબ સંખ્યા(૨)
(૪)-પ્રોહિ એક્ટની કલમ-૬૫(એફ) મુજબ કેસો સંખ્યા (૧)
(૫)-પ્રોહિ એક્ટની કલમ-૬૫(એએ) મુજબ કેસો સંખ્યા (૧)
(૬)-પ્રોહિ એક્ટની કલમ-૬૬(૧) બી મુજબ કેસો સંખ્યા (૧)
(૭)-પ્રોહિ.૯૩.સંખ્યા (૨)
(૮)-તમાકુ રશીદ સંખ્યા (૧૦)
(૯)-હિસ્ટ્રીશીટર ચેક સંખ્યા (૨૧)
(૧૦)-એમ.સી.આર.કાર્ડ ધારક ચેક સંખ્યા (૩૦)
(૧૧)-શકમંદ ઇસમો સંખ્યા (૫૦)
(૧૨)-નાસતા ફરતા પકડાયેલ ઇસમો સંખ્યા (૧)
(૧૩)-તડીપાર/હદપાર ચેક.સંખ્યા(૩)
(૧૪)-લીસ્ટેડ બુટલેગર્સ ચેક સંખ્યા(૫)
(૧૫)-ચા ની કીટલી તથા પાન મસાલાના ગલ્લા ચેક સંખ્યા(૧૫)
(૧૬)-નાના મોટા વાહન ચેક સંખ્યા(૫૦)
(૧૭)-ગોડાઉન ચેક.સંખ્યા(૧૦)
(૧૮)-મેન્ટર દ્રારા આરોપીઓ ચેક.સંખ્યા(૧૦)
(૧૯)-સ્થળદંS/ NC-OC.૩૬૦૦
(૨૦)-બી રોલ સંખ્યા.(૦૫)
*આ કામગીરી અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક નયના ગોરડીયા તથા અમરેલી તાલુકો પોલીસ ઇન્સ્પેક્ટર ઓકે જાડેજા તથા અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન ટીમ દ્વારા કરવામાં આવેલ*
*અહેવાલ ભાવેશ વાઘેલા અમરેલી*





