કોલકી ગામના આરોગ્ય કેન્દ્રના મુખ્ય અધિકારીને આ બાબતે કોઇપણ યોગ્ય ખ્યાલ ન હોવાનો ઉદવ જવાબ આપીને ચાલતી પકડી
ઉપલેટા તા. ઉપલેટા તાલુકાના કોલકી ગામે તાજેતરમાં જોવા મળતા પગમાં જંતુ કરડવા જેવો એક કિસ્સો સામે આવ્યો છે જેમાં વાલીબેન મહિદાસભાઈ ચનિયારા નામના એક ૧૦૦ વર્ષના એક વૃદ્ધ મહિલાને તેમની અસર જોવા મળી છે ત્યારે હાલ આ મહિલાની સારવાર ચાલી રહી છે ત્યારે કોલકી ગામમાં રહેતા આ વૃધ્ધાની તબિયત તો હાલ સારી છે પરંતુ તેમના પગમાં થયેલ અસરથી તેઓની મલમ પટ્ટી અને પ્રાથમિક તપાસ, રિપોર્ટ સહિતની કામગીરીઓ ચાલી રહી છે ત્યારે આ બાબતે તેમના પરિવારમાં પણ ચિંતાનો માહોલ છે અને આ મામલે સરકારે કોઈ તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
આ મામલે કોલકી ગામના આરોગ્ય કેન્દ્રની રૂબરૂ મુલાકાત લઈને આ મામલે માહિતીઓ પ્રાપ્ત કરવાનો મીડિયા દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યો હતો પરંતુ કોલકી ગામના આરોગ્ય કેન્દ્રના મુખ્ય અધિકારી ડો. પલક વીકાણી દ્વારા તેમની પાસે કોઈ પણ યોગ્ય માહિતી ન હોવાનું અને આ વિષય ઉપર તેમને કોઇપણ યોગ્ય ખ્યાલ ન હોવાનો જવાબ આપી મીડિયા સામે બોલવાનું ટાળ્યું હતું અને મીડિયાએ આમ અમને થયેલી તપાસ અને કાર્યવાહી અંગે માહિતીઓ માંગતા તેમની પાસે કોઈપણ પ્રકારનો જવાબ ન અને અને જવાબ દેવાનો સમય ન હોવાનું કહીને ચાલતી પકડતા આવી ગંભીર પ્રકારની બાબતમાં તેમની યોગ્ય કામગીરી ન હોવાનું અને આ બાબતમાં ગંભીરતા ન હોવાનું સામે આવ્યું છે જેમાં આરોગ્ય અધિકારી સામે યોગ્ય તપાસ થાય તો તેમની બેદરકારી ચોક્કસપણે સામે આવી શકે તેવી પૂરી સંભાવનાઓ પણ જોવા મળી રહી છે.
ઉલ્લેખનીય છે કે, આ પ્રકારના કિસ્સાઓ છેલ્લા એક વર્ષ દરમિયાન વધુ જોવા મળ્યા છે જેમાં સૌથી વધુ કિસ્સા ધોરાજી તાલુકાના પાટણવાવ ગામમાં સામે આવ્યા છે જેમાં આ પ્રકારના કિસ્સામાં ત્રણ જેટલા વ્યક્તિઓના પાટણવાવ ખાતે મોત થતા જે જે જગ્યા ઉપર આ પ્રકારના કિસ્સાઓ સામે આવ્યા છે તે લોકોના અને તે વિસ્તાર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ડરનું માહોલ જોવા મળી રહ્યો છે તેમાં સરકારે આ મામલે વિશેષ ટીમ અને તપાસ માટેની કમિટી રચી તપાસ કરવી જોઈએ તેવી પણ માંગ ઉઠવા પામી છે.
અહેવાલ વિજય રાડીયા ઉપલેટા