Gujarat

શિશુવિહારના ઉપક્રમે વૃદ્ધજન સન્માન સમારોહ યોજાશે —

શિશુવિહારના ઉપક્રમે વૃદ્ધજન સન્માન સમારોહ યોજાશે —————————————- ભાવનગર શિશુવિહારના ઉપક્રમે વૃદ્ધજન સન્માન સમારોહ યોજાશે ભાવનગરના જાણીતા લોક સેવક ડો.નિર્મલભાઇ ન્યાલચંદ વકીલની પુણ્ય સ્મૃતિમાં સતત ૩૪ માં વર્ષે વડીલ વંદના કાર્યક્રમ યોજાશે.
વિદ્યાનિધિ ટ્રસ્ટ, અમદાવાદના ટ્રસ્ટી સ્વામીની શ્રી સુલભાનંદાજીના માર્ગદર્શનમાં યોજાનાર સમારંભમાં દેશના એકમાત્ર વયો વૃદ્ધ મોટીવેટર્સ શ્રી કિશોરભાઈ દડિયા (મુંબઈ) શ્રીમદરાજચંદ્ર આશ્રમના સાધક શ્રીમહેન્દ્રભાઈ શાહ, અગ્રગણ્ય પર્યાવરણીય ખેડૂત શ્રી વીરજીભાઈ જસાણી તેમજ આજીવન શિક્ષક અને ૯૬”વર્ષે પણ જીવનને સક્રિયતાથી લોક સેવામાં વ્યતિત કરનાર શ્રી વિદ્યાબેન ઓઝાનું વિશેષ અભિવાદન થશે..
સ્વરૂચિ ભોજન અને વડીલો માટે અનેકવિધ જીવન ઉપયોગી સામગ્રીની ભેટ સાથે તારીખ ૧.નવેમ્બર શનિવારે શિશુવિહાર પ્રાંગણમાં સવારે ૧૦-૦૦ કલાકે યોજાનાર સમારંભમાં ૭૦. વર્ષથી વધુ વય ધરાવતા નાગરિકો ભાગ લઈ શકશે. પોતાની રીતે શિશુવિહાર સંસ્થા ભાવનગરમાં આવી શકનાર ભાઈ બહેનોએ સંસ્થા કાર્યલયમાં સવારે ૯-૩૦ થી ૧૨-૩૦ દરમિયાન નામ નોંધાવી આઈ કાર્ડ મેળવી લેવાનું રહેશે.વધુ માહિતી માટે સંપર્ક નંબર 98 24 51 59 95 કરી શકાશે તેમ સંસ્થાની અખબારી યાદીમાં જણાવ્યું છે

રિપોર્ટ નટવરલાલ ભાતિયા

IMG-20250928-WA0091.jpg